દાંતામા જીઇબીના ધાંધીયાથી જનતા પરેશાન

ગુજરાત ની ગણના દેશના સૌથી મોટા વિકસિત રાજ્ય તરીકે થાય છે આ રાજ્ય મા જીઇબી દ્વારા મોટી મોટી વાતો કરાય છે અને ગુજરાત ના લોકો ને 24 કલાક લાઈટ આપવાની વાતો ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમય થી કરી રહી છે ત્યારે દીવા તળે અંધારું થાય ત્યારે ,ફરીયાદ કોને કરવી તે બાબત હાલ બનાસકાંઠા ના પહાડો પર આવેલા દાંતા ના લોકો ને થઇ રહી છે આ ધામ અંબાજી થી 20 કિલોમીટર દૂર પહાડો પર આવેલું છે, આ દાંતા તાલુકો ગુજરાત નો સૌથી પછાત અને આદિવાસી બહુમતી ધરાવતો પ્રદેશ છે આ વિસ્તાર મા જીઇબી નું સબ સ્ટેશન પણ આવેલું છે પણ પાછલા ઘણા સમય થી આ દાંતા ગામ મા લાઈટ ની ભારે સમસ્યા દાંતા વાસીઓને નડી રહી છે ,યુજીવીસીએલ ના અધિકારીઓ ની મનમાની થી આ લાઈટો ગુલ થઇ રહી છે અને લાઈટ ના બિલ ભરવા છતાં દાંતા ની જનતા ભારે હેરાન પરેશાન થઇ રહી છે
અંબાજી જેનો તાલુકો હોય વડુ મથક તાલુકા નું મુખ્ય મથક હોય તેવા દાંતા ગામ ની જનતા છેલ્લા કેટલાય દિવસો થી ભારે હેરાન અને પરેશાન થઇ રહી છે ,યુજીવીસીએલ દ્વારા આ દાંતા ગામ મા રોજ સવાર થી સાંજ સુધી લાઈટ થોડા થોડા સમયે કપાઈ જતા આ દાંતા ગામ ની ભોળી અને સમજુ પ્રજા ને હેરાન પરેશાન થવું પડે છે પણ આ બાબતે કાયમી નિકાલ ઘણા સમય થી આવતો નથી અને આ ગામ ની જનતા હેરાન થાય છે સવાર થી સાંજ સુધી ગરમી પડતી હોઈ દિવસ પસાર કરવા માટે આ ગામ ની જનતા ગરમી મા હેરાન થાય છે ,ઘરે પંખા અને કુલર બંદ હોઈ લોકો ને મચ્છર પણ કરડી રહ્યા છે ,આધારભુત સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે આ ફોલ્ટ શોધવામાં જીઇબી વિભાગ નિષ્ફળ રહ્યો છે અને રોજ દિવસભર 20 થી વધુ વખત લાઈટ કપાઈ જાય છે આ બાબતે જીઇબી વિભાગ કેમ કાયમી નિકાલ લાવતુ નથી તેવો વેધક પ્રશ્ન દાંતા વાસીઓ પુછી રહ્યા છે
:- જેટલા દિવસ લાઈટ ગુલ થઇ તેટલો ફાયદો બિલ મા વળતર પેટે આપવામાં આવે :-
છેલ્લા ઘણા દિવસો થી આ દાંતા ગામ મા લાઈટો અવારનવાર જવાથી દાંતા ની જનતા ત્રાસી ગઈ છે પણ જીઇબી વાળા આ બાબતે કાયમી ઉકેલ કે કાયમી નિકાલ લાવતા નથી દર બિલ આપતા દાંતા ની જનતા ને નવા આવતા બિલ મા લાઈટ જેટલા દિવસ ગુલ થઇ તેટલા દિવસ નું વળતર આપવામાં આવે તેવી માંગ દાંતા ની જનતા કરી રહી છે
:- ઝેરોક્ષ અને લાઈટ સાથે સંકળાયેલા વેપારીઓ ધંધા રોજગાર વગર ના થયા :-
દાંતા ગામ મા લાઈટો ગુલ થવાથી આ ગામ માં દુકાનો ધરાવતા લોકો તો હેરાન થઇ રહ્યા છે સાથે લાઈટ હોય તોજ રોજગાર કરતા વેપારીઓની હાલત પણ ભારે કફોડી બની છે , ઝેરોક્ષ અને લાઈટ સાથે સંકળાયેલા વેપારીઓ ધંધા રોજગાર વગર ના થયા.
અમિત પટેલ (અંબાજી)