ભેસાણ તાલુકાના ગામેચુડા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્ઘાટન સમારંભ

ભેસાણ તાલુકાના ગામેચુડા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્ઘાટન સમારંભ
Spread the love

ભેસાણ તાલુકાના ચુડા ગામે તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલ આ કાર્યક્રમ એ.બી.યુ.દોશી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન સરપંચ શ્રી જયસુખભાઈ વઘાસીયા ના વરદહસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના આગેવાન શ્રી દેવરાજભાઈ નાગાણી ઘનશ્યામભાઈ પટોળિયા તથા TPO શ્રી સુદાણી સાહેબ હાજર રહેલ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પૂજા પ્રિયદર્શનની દ્વારા કાર્યક્રમ અંગેની સમજણ આપી હતી આ કાર્યક્રમને પાંચ દિવસના પર્વ તરીકે ઉજવણી ની અપીલ કરવામાં આવી હતી.

જેમાં દિવસ (1)સ્વસ્થતા દિન દિવસ (2)દિવસ આરોગ્ય કાર્યકર દ્વારા રજિસ્ટ્રેશન તથા તપાસ (3) પોષણ દિવસ(4) ડોક્ટર દ્વારા તપાસ દિવસ(5) સાંસ્કૃતિક દિવસ વાલી મીટીંગ ઇનામ વિતરણ રહેશે આ દિવસે બાળકોને સરગવાના પાન/ સિંગ માંથી બનેલ ચોકલેટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ તથા સરગવાના ઔષધીય ગુણોની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ આમ જનતા સરગવાને દૈનિક આહારમાં ચલણમાં મૂકે તે બાબતે પોતે પ્રયત્નશીલ છે તેમ ડો. પુજા મેડમે  જણાવેલ.

આ કાર્યક્રમનો RBSK ટીમના ડોક્ટર હિરેન વૈષ્ણવ ડોક્ટર નિરાલી નિમ્બાર્ક ગોવિંદભાઈ રામ મિતલબેન વિંઝુડા દ્વારા જણાવવામાં આવેલ કે આ કાર્યક્રમ તારીખ 25- 11- 2019 થી 30- 01- 2020 ના રોજ પૂર્ણ થશે જેમાં તાલુકાના આંગણવાડી ના 4204 બાળકો પ્રાથમિક 7761 બાળકો માધ્યમિક શાળા 2929 તથા શાળાએ ન જતા  હતા 394 એમ કુલ 15288 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડોક્ટર રોલેસીયા પ્રા આ કેન્દ્ર ચુડા તથા મનોજ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ એ.બી.યુ. દોશી હાઇસ્કુલ ના આચાર્ય શ્રી નીલેશભાઈ મહેતા ભાઈલાલભાઈ વેગડા તથા તમામ સ્ટાફ દ્વારા સારો સહકાર મળેલ આ કાર્યક્રમ એન્કરિંગ ની જવાબદારી ડોક્ટર કશ્યપ પંચોલી એ નિભાવી હતી તથા આભારવિધિ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી હિતેશ નાગાણી- ભેસાણ દ્વારા કરવામાં આવેલ હતી

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!