અમદાવાદથી રાજકોટ માત્ર બે જ કલાકમાં પહોંચાશે, સેમી હાઇસ્પીડ ટ્રેનને મંજૂરી મળી

અમદાવાદથી રાજકોટ માત્ર બે જ કલાકમાં પહોંચાશે, સેમી હાઇસ્પીડ ટ્રેનને મંજૂરી મળી
Spread the love

અમદાવાદ,
હવે અમદાવાદથી રાજકોટ માત્ર ૨ કલાકમાં પહોંચી શકાશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ-અમદાવાદ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ ૧૧૩૦૦ કરોડ રૂપિયા થશે. કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જાડવામાં આવશે.

અમદાવાદ અને રાજકોટ વચ્ચેનાં નેશનલ હાઈવે નંબર ૪૭ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્્યો છે. જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો ૧૬૦ કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર ૨ કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટÙનાં અને બીજા શહેરોની કનેÂક્ટવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે ૯ ટકાના દરે વધી રહી છે.
૨૦૦૭માં બંને શહેરો વચ્ચે દર વર્ષે ૧૯ લાખ લોકો મુસાફરી કરતા. જે ૨૦૧૭માં વધીને પ્રતિવર્ષ ૪૫ લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર ૩ કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્ષે ૫૦ લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે અને તે જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જાડાયેલું હોવાના કારણે સૌરાષ્ટÙનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા સર્વે કરવા માટે કÌšં છે. આ પ્રોજેક્ટ માટે ૧૧૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે . આ પ્રોજેક્ટથી આગામી ૩૦ વર્ષ સુધી ૨૩૦૦ ડાઈરેક્ટ અને ૭૩૦૦ ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!