ઝુંપડા હટાવવાની કામગીરીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, લોકો જેસીબી સામે સુઈ ગયા

વડોદરા,
છાણી વિસ્તારમાં આવેલા છાયાપુરી રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા રોડ લાઇનમાં આવતાં કાચાં-પાકાં ૧૯૭ જેટલાં ઝૂંપડાં હટાવવાની કામગીરી સવારથી જ હાથ ધરવામાં આવી છે. જાકે લોકોને રહેવા માટેની વૈÂલ્પક વ્યવસ્થા ન કરવામાં આવતા રોષ જાવા મળ્યો હતો. અને જેસીબી મશીન આગળ બેસી ગયા હતા. અને હોબાળો મચાવી દીધો હતો. સ્થાનિક લોકોએ દબાણ હટાવવાની કામગીરી રોકાવી દીધી હતી. પોલીસે સ્થાનિક રહીશોને હટાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે લોકોને હટાવીને દબાણ હટાવવાની કામગીરી ફરીથી શરૂ કરાવી હતી.
૧૭ ડિસેમ્બરના દિવસે નવા કાયાકલ્પ સાથે છાયાપુરી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જાકે તે પહેલા છાણી પોલીસ સ્ટેશનથી છાયાપુરી રેલવે સ્ટેશન જવાના ૧૫ મીટરના રોડ પર આવેલા કાચાં-પાકાં ૧૯૭ જેટલાં ઝૂંપડાંનાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવાનું અભિયાન આજથી હાથ ધરવામાં આવ્યું છે. ઝૂંપડાંવાસીઓને પાલિકા દ્વારા અગાઉથી જ નોટિસ આપી દીધી હતી. જાકે ઝૂંપડાં ખાલી કરવામાં આવ્યાં નથી કે સ્વેચ્છાએ દબાણ હટાવવામાં આવ્યાં નથી. જેથી પાલિકાની ટીમ ઝૂંપડાં હટાવવાની કામગીરી શરૂ કરી છે. સ્થાનિક લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી કે, અમને રહેવા માટેની વૈકÂલ્પક વ્યવસ્થા આપો અમે હવે ક્્યાં રહીશું. જાકે તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવી નહોતી.