અમદાવાદ આરટીઓમાં ‘૨૭’નંબર અધધધ…રૂ.૨.૬૫ લાખમાં વેચાયો

અમદાવાદ આરટીઓમાં ‘૨૭’નંબર અધધધ…રૂ.૨.૬૫ લાખમાં વેચાયો
Spread the love

અમદાવાદ,
ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ ફોર વ્હીલરના પસદંગીના નંબર માટે અઢળક પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. આરટીઓમાં તાજેતરમાં ફોર વ્હીલર માટેના પસંદગીની નંબરની હરાજીમાં ‘૨૭’ નંબર રૂ ૨.૬૫ લાખમાં વેંચાયો હતો. ‘૨૭’ નંબર માટે એકથી વધુ લોકોએ ઓનલાઇન અરજી કરી હતી. જેમાં એક વ્યÂક્તએ સૌથી વધુ બોલી લગાવતા તેને આ ‘૨૭’ નંબર ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંતમાં ૯ નંબર માટે પણ રૂ. ૨.૧૪ લાખની બોલી બોલાઇ હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદ આરટીઓમાં ફોર વ્હીલર માટે નવી સીરિઝ જીજે-૦૧-કેએક્સની ખુલી હતી. જેથી અરજદારોએ પોતાના પસંદગીના નંબર માટે ઓનલાઇન અરજી કરી હતી. અરજીની મુદ્દત પૂર્ણ થયા બાદ એક જ નંબર માટે એક કરતા વધુ અરજીઓ આવતા નંબર માટે ઓનલાઇન હરાજી થઈ હતી. જેમાં ‘૨૭’ નંબર માટે સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી. આ નંબર ૨.૬૫ લાખમાં વેચાયો હતો. જ્યારે અન્ય ૯૯૯૯ નંબર રૂ,૧.૩૦ લાખમાં, ૧ નંબર રૂ.૯૫ હજારમાં, ૫ નંબર રૂ.૫૭ હજાર, ૭ નંબર રૂ.૫૫ હજારમાં, ૭૭૭૭ નંબર રૂ.૭૫ હજાર અને ૩૧૩૨ નંબર ૨૨ હજારમાં વેચાયા હતા. અગાઉ આ સીરિઝના નંબર માટે લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!