વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, મેયરના વિસ્તારમાં નળમાં ગંદુ પાણી આવ્યું

વડોદરા,
વડોદરા મહાનગરપાલિકાના મેયર ડો. જીગીશાબહેન શેઠના વોર્ડ નંબર-૧૦માં આવેલા સુભાનપુરાની હરીઓમનગર સોસાયટીમાં કોફી કલરનું ગંદુ પાણી નળમાં પાણી આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. નોંધનીય છે કે, સ્માર્ટ સિટીની વાતો કરતું પાલિકા તંત્ર પૂર્વ અને દક્ષિણ વિસ્તારનો દૂષિત પાણીનો પ્રશ્ન છેલ્લા ૧૦ માસથી કરી શક્્યું નથી, ત્યાં પશ્ચિમ વિસ્તારમાં પણ દૂષિત પાણી આવવાની શરૂઆત થતાં લોકોમાં રોષ જાવા મળ્યો હતો.
પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વડોદરા મહાનગરપાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. આજે પણ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થયો નથી. કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી આવી રÌšં છે. તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની આજે પણ બુમો ઉઠી રહી છે, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા વોર્ડ નંબર-૧૦ની સામે આવેલી હરીઓમનગર સોસાયટીમાં સવારે આવેલા પાણી કોફી કલરનું આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. કોફી કલરનું પાણી આવતા સોસાયટીના રહીશો ચોંકી ઉઠ્યા હતા. અને તે અંગેની જાણ વોર્ડ ઓફિસ તેમજ સ્થાનિક કાઉÂન્સલરોને કરી હતી.