કોસ્ટ ગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડે ગાંધીનગરમાં રિજનલ હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાત લીધી

કોસ્ટ ગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડે ગાંધીનગરમાં રિજનલ હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાત લીધી
Spread the love

અમદાવાદ,
તટરક્ષક દળનાં પશ્ચિમ કિનારાનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ વી ડી ચાફેકર, પીટીએમ ટીએમએ 28 નવેમ્બર, 2019ના રોજ ગાંધીનગર સ્થિત તટરક્ષક દળનાં વિસ્તાર (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી. પોતાની પ્રથમ મુલાકાતમાં એડીજીએ સમારંભમાં સલામી લીધી હતી તેમજ પછી વિવિધ ઓપરેશન અભિયાનો અને હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ) દ્વારા હાથ ધરવામાં આવેલી માળખાગત કામગીરીની જાણકારી ટૂંકમાં મેળવી હતી. એડીજીએ ઓપરેશનની સજ્જતાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી તથા રિજને શરૂઆતથી રાજ્યની દરિયાઈ સુરક્ષામાં ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાની જાણકારી મેળવી હતી.

તેમણે વિવિધ અભિયાનોમાં મોખરે રહેલા આ રિજનની પ્રશંસા કરી હતી, જેમાં 145 લોકોના જીવને બચાવવાની, 04 તબીબી સ્થળાંતરણ, બે નશીલા દ્રવ્ય વિરોધી ઓપરેશનમાં 317 કિલોગ્રામ નશીલા દ્રવ્યોને કબજે કરવાની, દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સંયુક્ત કવાયત હાથ ધરવાની અને કુદરતી આપત્તિ દરમિયાન રાજ્યના વહીવટીતંત્રને પૂરી પાડેલી સહાય સામેલ છે. તેમણે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ પક્ષો સાથે તાલમેળ સ્થાપિત કરવાનો વિચાર અંગે વિચાર કર્યો હતો, જેથી દરિયાઈ પ્રવાસીઓ વચ્ચે વિશ્વાસ સ્થાપિત થાય.
આ મુલાકાત દરમિયાન હેડક્વાર્ટરનાં ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે ચર્ચાવિચારણા દરમિયાન કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવા માટેની સજ્જતા અને વિસ્તારની માળખાગત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપણી દરિયાઈ સરહદો સલામત અને સુરક્ષિત જાળવવા અપીલ કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!