ભરૂચ શહેરમાં નારાયણનગર તથા સ્વસ્તિકનગર સોસાયટી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ . સી . બી .

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં પ્રોહી જુગારની બદીઓ નેસ્ત નાબુદ કરી પ્રોહીબિશન/જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર જે. એન. ઝાલાનાઓની સુચના હેઠળ પોસઇ વાય. જી. ગઢવીની ટીમના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન એલસીબીના અ.હે.કો. હીતેષભાઇને તેમના અંગત અને ભરોસાના બાતમીદારથી મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં શક્તિનાથ નજીક આવેલ નારાયણનગર તથા સ્વસ્તિકનગર સોસાયટીમાં પ્રોહી સફળ રેઇડ કરી નીચે મુજબનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી. પો. સ્ટે. માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
અજય ઉર્ફે મામુ અમ્રતલાલ મોદી રહે . એ / ૩૪ નારાયણ નગર – ૦૨ નારાયણ વિધ્યાલયની બાજુમાં ભરૂચ પકડાયેલ મુદામાલ – ભારતીય બનાવટનો વિદેશી દારૂની સિગ્રાસ ઇમ્પરિયલ બ્લ્યુ હેન્ડ પિકડ ગેઇન હીસ્કી ૭૫૦ મીલીના બોક્ષ નંગ – ૦૨ તથા છુટ્ટી બોટલ નંગ – ૦૭ તથા સિગ્રામ્ય ઇમ્પરિયલ બ્લ્યુ હેન્ડ પિકેડ ગ્રેઇન વ્હીસ્કી ૧૮૦ મીલીના બોક્ષ નંગ – ૦૭ તથા છુટ્ટા ક્વોટર નંગ – ૧૯ મળી કુલ નાની મોટી બોટલ નંગ – ૩૮૬ કિં ૫૧,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ
પો.સ.ઇ. વાય. જી. ગઢવી
હે. કો. અજયભાઇ, હીતેષભાઈ, સંજયદાન