કરજણ ડેમ બનશે દેશભરના નેવીના એનસીસી છાત્રો માટે બોટિંગ હબ

કરજણ ડેમ બનશે દેશભરના નેવીના એનસીસી છાત્રો માટે બોટિંગ હબ
Spread the love

કરજણ ડેમમાં આવશે બોટ હાઉસ, ઓબ્ઝર્વેશન ટાવર, દરિયાઈ એક્સપીડિશન તાલીમ માટેની વેલર બોટ,  સહિતની વિવિધ પ્રકારની બોટ,સાધનો માટે ગુજરાત સરકારે 60 લાખ મંજૂર કર્યા.

આગામી એપ્રિલ-20 થી નેવી એનસીસી છાત્રો માટે કરજણ ડેમમાં બોટહોઉસ દ્વારા તાલીમ અપાશે.

કરજણ ડેમની ઓથોરિટી મળ્યે થી આવતા વર્ષ સુધીમાં કરજણ ડેમમાં 50 જેટલી બોટ આવી જશે જેમાં એનસીસી  છાત્રો જળમાર્ગે જંગલો, પહાડી ઇલાકોનો પ્રવાસ સાથે દરિયામાં નદીના વહેણમાં બોટ કેવી રીતે ચલાવવી તેની તાલીમ આપશે.

એ માટે એનસીસી એકેડેમી ખાસ છાત્રોની તાલીમ માટે વિવિધ પ્રકારની બોટ ઉતરશે.

દેશના નેવીના એનસીસીના છાત્રો માટે સારા સમાચાર છે,  અત્યાર સુધી નર્મદા દેશભરના છાત્રોને ટ્રેકિંગ કેમ્પ કરાવવા હતો હવે આગામી એપ્રિલ-20 થી કરજણ ડેમ ખાતે નેવીના એનસીસી છાત્રો માટે ખાસ પ્રકારની તાલીમ આપવાનો પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. જેમાં ચારે બાજુ પહાડો, જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ દેશભરનાં એનસીસી છાત્રો માટે બોટિંગ હબ બનવા જઈ રહ્યું છે.

આ અંગે એનસીસી  બટાલિયન ગ્રુપના બ્રિગેડિયર અમિત કુમારે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે કરજણ ડેમ મા આગામી વર્ષથી આવશે બોટ હોઉસ, ઓબ્ઝર્વેશન ટાવર, દરિયાઈ એક્પીડિશન તાલીમ માટેની વેલર બોટ સહિત ની વિવિધ પ્રકારની બોટ તેમજ તેણે લાગેલા આધુનિક સાધનો માટે ગુજરાત સરકારે 60 લાખની મંજૂરી કરી દીધી છે.

અમિતકુમારના જણાવ્યા અનુસાર વડોદરા એનસીસી ગ્રુપના નેવી એનસીસી છાત્રો અને અમે કરજણ ડેમમાં ગયા મહિને તાલીમ આપી હતી, પણ અમારે મુશ્કેલી એ હતી કે કરજણ ડેમ પર બોટને મુકવા માટેની ફેસીલીટી નથી. તેથી અમારે અમારી બોટને વડોદરાથી વાહનમાં બોટને જીતનગર લાવવી પડી છે. અને જીતનગર એકેડેમીમાં રાખવી પડી છે. એ માટે અમારે સેફટીમોટર બોટ ખરીદવી પડે છે. ત્યાંથી બોટને કરજણ ડેમમાં આવેલી પડી છે,  ત્યારે અમે ટ્રેનિંગ આપી શકીએ છીએ તેથી આ મુશ્કેલી નિવારવા અમે ગુજરાત સરકારમાં પ્રપોઝલ મુકી હતી.

કરજણ ડેમમાં પોતાની બોટ ની ફેસીલીટી ઊભી થાય તે માટે ગુજરાત સરકારે અમારો પ્રસ્તાવ મંજૂર કર્યું છે. અને એમ રૂપિયા 60 લાખ  સરકારે મંજૂર પણ કરી દીધા છે. જેમાં હવે કરજણ ડેમ પર નવી બોટહોઉસ આવશે, ઉપરાંત દરિયાઇ તાલીમ માટે વપરાતી ખાસ પ્રકારની વેલટ બોટ આવશે, તેમજ કેડેટસ પ્લસ,  પ્રયાસ બોટ, ડીકી બોટ આવશે. વેલર બોટમાં દરિયાઈ માં દૂર સુધી જવાનું થાય ત્યારે દરિયાઈ તોફાનમાં કેવી રીતે ચલાવવી બોટ ઉંધી વળી જાય તો કેવી રીતે બચાવ કરવો તેની તાલીમ અને કરજણ ડેમમાં આપવાના આવશે. એ ઉપરાંત ડીકી, કેડેટ પ્લસ બોટ જે નાની બોટ હોય છે.

હવાના દબાવગી કે સેલથી ચાલે છે. ચપ્પુ (હલેસા)થી ચાલતી હવે બોટ ઉંધી વળી જાય તે ડૂબી જાય ત્યારે તેનો બચાવ કેવી રીતે કરવો અને ફરીથી કેવી રીતે ચાલુ કરવી તેની તાલીમ પણ અપાશે. એ ઉપરાંત પ્રયાગ નામની સિંગલ બોટ ફાસ્ટ ચાલે છે,  જે ઓછા સમયમાં કેટલું વધારે અંતર કાપી શકે તેની પણ તાલીમ આપવામાં આવશે.  હાલ કરજણ ડેમના સત્તાધીશો આરએન્ડબી વિભાગ તેના નકશાનો અભ્યાસ કરીને નકશા તૈયાર કરીને અમને આપશે.

એ માટે મારા ત્રનેક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એક તો હોઉસ બોટ ખરીદવી,  દરિયાઈ તાલીમમાં વેલર વોટ ખરીદવી, એ ઉપરાંત ઓબ્ઝર્વેશન ટાવર ઊભો કરાશે, અને બોટને એક જગ્યાએથી ઊંચકીને બીજી જગ્યાએ મૂકવા માટે ટ્રોલી અને ક્રેન ખરીદવામાં આવશે. હાલ અમે બોટ ભાડે લઈને તાલીમ આપીએ છીએ. ગયા મહિને વડોદરા એનસીસી છાત્રોને કરજણ ડેમમાં તાલીમ આપી હતી. જેમને આ તાલીમ લીધા પછી છિલકા લેકમાં નેશનલ લેવલની કોમ્પિટિશનમાં વડોદરાના છાત્રો નેશનલ લેવલે વિજેતા થયા હતા. હવે આગામી એપ્રિલ -20 થી પુન : તાલીમ શરુ થશે જેમાં ગુજરાતને પાંચ બટાલિયન ગ્રુપના ભાગ લઈ શકશે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!