ઓલપાડ તાલુકાની મોરટુંડા પ્રાથમિક શાળા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે

ઓલપાડ તાલુકાની મોરટુંડા પ્રાથમિક શાળા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે
Spread the love

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનું 47મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન સિદ્ધવડ મુ.આદપુર તા.પાલીતાણા જી.ભાવનગર ખાતે તા. ૨ થી ૪ ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે. રાજ્યકક્ષાના આ પ્રદર્શનમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોરટુંડા પ્રાથમિક શાળા વિભાગ-1 (ટકાઉ કૃષિ પધ્ધતિઓ) માં ઈન્ટિગ્રેટેડ પોલ્ટ્રી કમ ફીશ ફાર્મિંગ કૃતિ સાથે સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

તાલુકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ જાહેર થયેલ આ કૃતિને શાળાના મુખ્ય શિક્ષક ધનસુખભાઈ આહિર માર્ગદર્શિત બાળ વૈજ્ઞાનિકો નેહા પરભુભાઈ પટેલ અને જયનિશ જીતેન્દ્રભાઈ પટેલ રજૂ કરશે. શાળાની આ સિદ્ધિ માટે તાલુકાના બી.આર.સી. કૉ -ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ, લાયઝન ઓફિસર રશ્મિકાંતભાઈ પટેલ, ગામના સરપંચ રજનીકાંતભાઈ પટેલ તથા ગ્રામજનોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે. એમ જિલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!