નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદી માવઠાથી ધરતીપુત્રો બેહાલ

- સવારના મળસ્કેના સમયે વરસાદ થયો,કપાસ અને ખેતીવાડીમાં ભારે નુકસાન
- નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદી માવઠાથી ધરતીપુત્રો બેહાલ બની ગયા હતા
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે મેધરાજા ધમાકેદાર બેટિંગ કરતાં જળબંબાકારની સ્થિતિ ઉદભવતા ચારે તરફ ભારે નુકસાન પહોંચ્યું હતું,અને નાના-મોટા જળાશયો સહિત ચેકડેમ વરસાદી પાણીથી છલકાયા ગયા હતા,અને દિવાળીના તહેવાર સુધી મેધરાજાની બેટિંગ યથાવત રહેતા સોયાબીન-કપાસનો પાડ દોઢ-બે મહિનાના વિરામ બાદ તૈયાર થયો,જ્યારે કપાસ-સોયાબીનમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.
જેમાં દિવાળી બાદ મેધરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોએ આ વષૅ વિધિવત ચોમાસું પુરૂ થયું તેવી ધારણા બાંધી હતી,પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વાદયછાયા વાતાવરણની સાથે સવારના મળશ્કેના સમયે ફરીવાર મેધરાજાનું જોરદાર આગમન થતાં રોડ-રસ્તા સહિત ખેતીવાડી વિભાગમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા,જ્યારે કપાસ,તુવેર અને ખેતીવાડી વિભાગમાં ભારે નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે,જ્યારે નેત્રંગ તાલુકામાં સતત વાદળછાયા વાતાવરણ જણાતા આવનાર દિવસોમાં છુટાછવાયા કમોસમી માવઠું થવાની સંભાવના જણાઇ રહી છે.
ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ