1971 યુદ્ધમાં શહીદ થયેલ લક્ષ્મણ પવારના સ્મરણાર્થે યોજાયેલી વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધા

એલ.એન. ટી. કંપનીના શ્રીમતી અલ્પાબેન ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડા કાકા તેમજ ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ તુલશીભાઈ માવાણી તેમજ વીર શહીદ ગાર્ડસમેન લક્ષ્મણભાઈ પવારના ધર્મ પત્ની હાજાર રહી ટિમો નો ઉત્સાહ વધાર્યો હતો.
લાર્સન એન્ડ ટુંબ્રો કંપની સુરત ( L&T) તથા સેવધામ – ડૉ. આંબેડકરે વનવાસી ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે વોલીબોલ સ્પર્ધા ડાંગ જિલ્લામાં થી 19 ગામ ની કુલ 30 ટિમો એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમાંકે ઓમ સાઈ આહવા ની ટિમ બીજા ક્રમે રાણા આહવા અને ત્રીજા ક્રમે વઘઇ બ્રધર્સ જ્યારે ચોથું, પાંચમું અને છઠું ઇનામ આશ્વાસન ઇનામ આમવામાં આવ્યું હતું.
એક થી ત્રણ વિજેતા થનારી ટીમોને ટ્રોફી પણ આપવામાં આવી હતી. કબડ્ડી સ્પર્ધા 34 ગામની કુલ 37 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે ચીંચલી ની ટિમ બીજા ક્રમે વાયદુનની ખાંભાલ અને ત્રીજા ક્રમે વાહુટીયા જ્યારે ચોથું , પાંચમું અને છઠું ઇનામ આશ્વાસન ઇનામ આમવામાં આવ્યું હતું .એક થી ત્રણ વિજેતા થનારી ટીમોને ટ્રોફી પણ આપવામાં આવી હતી.
વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધા ડાંગ અને તાપી વચ્ચે રમાયેલી જેમાં પ્રથમ ઓમ સાઈ આહવા ની ટિમ ને ટ્રોફી આપવામાં આવી હતી બીજા ક્રમે વાડી- તાપી ગામને અને ત્રીજા ક્રમે વઘઇ બ્રધર્સ ને આપવામાં આવ્યું. કબડ્ડી માં પ્રથમ ઇનામ વાહુટીયા ડાંગ અને બીજું ઇનામ વાઘાનેર તાપી ગામને આપવામાં આવ્યુ અને ત્રીજા ચીંચલી ની ટિમ આપવામાં આવેલ હતો.