અંબાજી ગબ્બર પાછળ આવેલો તેલિયા નદી પરનો પુલ જોખમી….!

યાત્રાધામ અંબાજી અને દાંતા વચ્ચે આવેલ ત્રિશુળીયા ઘાટા માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી ત્યારે અકસ્માત નાં સર્જાય તેના પગલે સરકાર નું સહાનય કાર્ય સામે આવ્યું અને સરકાર દ્વારા આ ત્રિશુળીયા ઘાટામાં અકસ્માત નિવારવા આ માર્ગને 4 લાઈન કરી અને વળાંકો સીધા કરવાની કામગીરી જોર શોર થી ચાલી રહી છે ત્યારે જીલા કલેકટરનાં ફરમાનથી આ દાંતાથી અંબાજી જવાનાં માર્ગ ને 1 મહિના માટે બંધ કરેલો છે ત્યારે જો કોઈ ને પાલનપુર થી અંબાજી આવવું હોય તો પાલનપુર થી અમીરગઢ થઈ અને અંબાજી આવવું પડે ત્યારે અમીરગઢ અને અંબાજી ને જોડતો એક માત્ર એવો જે તેલિયા નદી પર આવેલો પુલ છે તે જર્જરિત અને જોખમી હોય તેવું લાગી રહ્યું છે.
આપ આ પુલ પર ઉભા હોવ અને જો કોઈ બાજુ માંથી મોટી ગાડી ટ્રક કે ટ્રેલર નીકળે તો જાણે ભૂકંપ આવ્યો હોય તેવું લાગે આ પુલ પર થી ટ્રક કે ટ્રેલર પસાર થાય ત્યારે આ પુલ નો અમુક ભાગ હલતો પણ નજરે પડ્યો છે જ્યારે અહી નાં સ્થાનિક ને પૂછવા માં આવ્યું તો તેમને જણાવ્યું કે આ પુલ પર ઉભા નાં રહેતા આ પુલ જોખમી છે મોટી ગાડીઓ નીકળે તો હલે છે આ વાત અહી નાં સ્થાનિક ને ખબર છે પણ જ્યારે બહાર થી આવેલા યાત્રિકો આ પુલ પર થી પસાર થતા હોય અને જો બાજુ માંથી કોઈ મોટી ગાડી ટ્રક કે ટ્રેલર નીકળે તો પુલ નો અમુક ભાગ હલતો જોવા મળે છે ત્યારે તે પસાર થતાં યાત્રિકો પણ પોતાની જાત ને ભયભીત માંની આ પુલ પર થી પસાર થાય છે અને આ પુલ નાં વચ્ચે નાં ભાગ પર તિરાડો પણ આવી ગઈ છે જો આ પુલ નું વહેલી તકે રીપેરીંની કામ નહિ કરવા માં આવે તો કોઈ અઘટિત ઘટના ઘટે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને કલેકટર દ્વારા આ પુલ નું પણ સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
અમિત પટેલ (અંબાજી)