અખીલ ભારતી કિસાન સંઘ, અમરેલી જિલ્લા વિભાગ સાવરકુંડલા ખાતે મહત્વની બેઠક

અખીલ ભારતી કિસાન સંઘ, અમરેલી જિલ્લા વિભાગ સાવરકુંડલા ખાતે મહત્વની બેઠક
Spread the love

આજરોજ સાવરકુંડલા મુકામે અખીલ ભારતી કિસાન સંઘ દિલ્હીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી જુગલકિશોરજીના ગુજરાત રાજ્ય ના પ્રવાસ અંતર્ગત આજરોજ અમરેલી જિલ્લા વિભાગ સાવરકુંડલા ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકનો મુખ્ય હેતુ ભારતીય કિસાન સંઘ ગ્રામ્ય સમિતિઓનું મૂલ્યાંકન તેમજ કાર્યપદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન શ્રી જુગલકિશોર જી દ્વારા આપવામાં આવેલ.

જેમાં પ્રદેશ અધિકારી ધીરુભાઈ ધાખડા, સૌરાષ્ટ્ર ઝોન સંયોજક શ્રી વિનુભાઈ દુધાત, સંયોજક શ્રી મગનભાઈ કાકડીયા ગારીયાધાર, સાવરકુંડલા જિલ્લા પ્રમુખ બબાભાઈ વરુ, જિલ્લા  મંત્રી લાભુભાઈ ગજેરા તેમજ રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના પ્રમુખો,મંત્રી, કોષાધ્યક્ષ તેમજ મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ, આ સમગ્ર કાર્યક્રમ કિસાન સંઘ પૂર્વ પ્રમુખશ્રી મહેશભાઇ સુદાણી ના નિવાસ સ્થાને રાખવામાં આવેલ તેમ અમરેલી  જિલ્લા પ્રચાર  પ્રમુખ બિમલભાઈ કાછડીયા ની યાદીમાં જણાવેલ છે

તસવીર : રાજુભાઈ કારડીયા (વડીયા)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!