કડી રિક્ષાચાલકનું મહિલાઓની સુરક્ષાને લઈ નવું અભિયાન શરૂ કર્યું

મહિલાઓને રાત્રે વાહન ન મળે તો આ રીક્ષાચાલક પહોંચાડશે સુરક્ષિત ઘરે દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં એક સેવા ભાવી રીક્ષાચાલક દ્વારા મહિલાઓની સુરક્ષા માટે એક પહેલ શરું કરવામાં આવી છે. કડી વિસ્તારની કોઈ મહિલાને રાત્રે અસુરક્ષા અનુભવાય અને આવન-જાવન માટે કોઈ સુવિધા ન હોય તો મહિલા આ રીક્ષાચાલકને ફોન કરીને મદદ માંગી શકે છે.
કડી શહેરમાં રાઠોડ ધર્મેન્દ્રસિંહ નામના રીક્ષા ચાલક દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ એક નવી શરુઆત કરવામાં આવી છે. રાત્રીના 9 વાગ્યા બાદ કડી શહેરની કોઈ મહિલાનું વાહન બગડે કે ઘરે જવા માટે કોઈ વાહન ન મળે તો તે મહિલા ધર્મેન્દ્રસિંહને ફોન કરી મદદ માંગી શકે છે. ધર્મેન્દ્રસિંહને ફોન કરતા તેઓ ત્યાં પહોંચીને મહિલા કે યુવતીને તેના ઘર સુધી સુરક્ષિત પહોંચાડશે તેવું ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું.અને ધર્મેન્દ્ર શ્રી ઉર્ફે લાલભાઈ દરબારે પોતાનો મોબાઈલ નંબર પણ આપેલ છે 84017 32088