ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેહેલ્થ કચેરી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન

તા.10/12/2019 ને મંગળવારના રોજ ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેહેલ્થ કચેરી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન તથા 7+4 ઇન્ડીકેટર્સ ને ધ્યાનમાં રાખીને સગર્ભા માતા અને બાળકો ની તપાસણી કેમ્પ યોજવામાં આવેલ જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે શ્રી ડો. નિલેષ મારકણા,શ્રી ડો.કિશોર કાનાણી,તથા શ્રી ડો.રાઠોડ સાહેબે સેવા આપી હતી.બાળ રોગ નિષ્ણાત તરીકે શ્રી ડો સાવન કોઠડીયા એ સેવા આપી હતી.લાભાર્થીને ટીમ 108 દ્વારા સ્થળ પર લેવા જવાની તથા પરત મુકવા જવાની કામગીરી કરી હતી.
લાભાર્થીને કેમ્પ ખાતે કંકુ ને ચોખા થી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તમામ લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ પછી મમતા કાર્ડ ચકાસણી ટેબલ પર કાર્ડ વેરીફીકેશન કરવામાં આવેલ હતુ પછી જરુરી ટેસ્ટ માટે લેબ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા ત્યાર પછી ના કક્ષમાં સગર્ભા માતા ઓ કરી શકે તેવા હળવા ધ્યાન તથા યોગ વિશે તજજ્ઞ દ્વારા વિસ્તૃત માહિતી આપવામા આવી હતી તથા આરોગ્ય શિક્ષણ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા.
આઇ.ઇ.સી માં ખોરાક માંથી મળતા વિટામીન વિશે, લીલા શાકભાજી, કઠોળ,આદર્શ થાળી,લોખંડ ના વાસણો જેમ કે લોખંડની કઢાઈ, ખાંડણી -દસ્તા,તવા,વગેરે લાઈવ બતાવી આરોગ્ય શિક્ષણ આપવામા આવેલ.પપેટ શો દ્વારા સગર્ભા માતા ઓને આરોગ્ય અંગે માહિતગાર કરાયા હતા, તેમજ વિશ્ર્વ પ્રસિદ્ધ કંબોડીયા લકી આયર્ન ફીશ ઉપરથી પ્રેરણા લઇ ને દરેક સગર્ભા ને એક લોખંડ નો ટુકડો આપીને સમજ આપવામાં આવી કે આ ટુકડાને દરેક વખતે રસોઇ બનાવવામાં ઉપયોગ કરી લોહીની ઉણપ મટાડી શકાય છે.
દરેક સગર્ભા માતા ને એક સરગવાનો છોડ આપવામા આવેલ. ઇન્ટરનેશનલ ન્યુટ્રીશન તરફથી એક કેરી બેગ આપવામા આવેલ હતી,આ કેમ્પમાં 108 નો સંપુર્ણ સહયોગ રહ્યો હતો જેમાં શ્રી ચેતન ગાધે તથા તેની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ કેમ્પ નું સંપુર્ણ આયોજન ,માર્ગદર્શન શ્રીમતી ડો.પુજા પ્રિયદર્શની દ્વારા કરવામાં આવેલ સાથે સા.આ.કેન્દ્ર ભેસાણના અધીક્ષક શ્રી ડો વેકરીયા સાહેબ તથા તેની પુરી ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.
લાભાર્થીને હળવા નાસ્તામાં સરગવાના પાનમાંથી બનાવેલ થેપલા તથા દહીની ચટણી આપવામાં આવેલ.છેલ્લે દવા વિભાગની મુલાકાત લઇ લાભાર્થીને ફરી તેના સ્થાન ઉપર સુરક્ષીત પહોંચાડવામાં આવેલ હતા. આ કેમ્પમાં શ્રી પ્રવિણ ચૌધરી સાહેબ ( DDO ),શ્રી ડો ચેતન મહેતા સાહેબ(C DHO),શ્રી ડો.ચંદ્રેશ વ્યાસ (EMO),શ્રી લક્ષ્મી પરમાર (DPHN),તથા નિતીનભાઈ દ્વારા કેમ્પની મુલાકાત લઇ કામગીરીને બિરદાવી હતી.
ઉપરોક્ત કેમ્પમાં ડો.લોહીયા, ડો.નિરાલી, ડો.વૈશ્ર્નવ, ડો.ટાંક , ડો.ફોરમ, હીરાબેન, ભૈરવીબેન, અસ્મિતાબેન, ભેડાબેન, રામાણીબેન, પિન્ટુબેન, જલ્પાબેન, પા ઘડાળભાઇ, કાતરીયાભાઈ, સોંદરવાભાઈ, રામભાઈ, આશિષભાઈ, સુજીતભાઇ, વિશ્ર્વાબેન, સી.એમ.ટી.સી. સ્ટાફ માં પુર્વીબેન વિલાસબેન,કેલ્વીનબેન,ક્રિષ્ના બેન દ્વારા સગર્ભા માતા માટે હળવા નાસ્તામાં સરગવાના પાનમાંથી થેપલા બનાવી સરાહનીય કામગીરી કરી હતી.આર્ટ,ફોટોગ્રાફી, ડિસ્પ્લે મીડીયા ની જવાબદારી શ્રી હિતેશ નાગાણી (THS) ભેસાણ એ નિભાવી હતી.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)