ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ પ્રમુખે મા અંબેના દર્શન કરી દાંતામાં તાલુકા સંવાદ કાર્યક્રમની કરી શરૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયું છે તાલુકા સંવાદનો કાર્યક્રમ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ અંબાજી આવી મા અંબાના દર્શન કરી અને દાતા તાલુકા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતી આપી દાતા તાલુકાના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ આગામી ચૂંટણીને લક્ષી કોંગ્રેસ એ કઈ રીતે જીત મેળવી અને પ્રજાના પ્રશ્નોને લઇ કરાઈ ચર્ચા ગુજરાતના સમગ્ર તાલુકામાં પ્રદેશ કોંગ્રેસની આઠ ટીમો દ્વારા તાલુકામાં સંવાદનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાતના તાલુકા સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર આ તાલુકા સંવાદ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ સાંભળશે અને આગામી ઇલેક્શનમાં પોતાની રણનીતિ તૈયાર કરવા માટે ગુજરાતના દિગ્ગજ નેતાઓ ઠેરઠેર તાલુકાના કાર્યકરોની લઈ રહ્યા છે. મુલાકાત અને પોતાની રણનીતિઓ સમજાવી રહ્યા છે દાતા તાલુકામાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા સંવાદ કાર્યક્રમ નું કરાયું આયોજન આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા રહ્યા હાજર દાતા તાલુકાના યોજાયેલ સંવાદ કાર્યક્રમ માં અનેકો કોંગ્રેસ પક્ષનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત પટેલ, અંબાજી