ઈંગ્લીશ દારૂ સાથે પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી નબીપુર પોલીસ

ઈંગ્લીશ દારૂ સાથે પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી નબીપુર પોલીસ
Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ જીલ્લામાં પ્રોહીબીશનની બદી નાબુદ કરવા આપેલ સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા . શ્રી ડી. પી. વાઘેલા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ નબીપુર પો. સ્ટે. ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર બી. ડી. વાઘેલા તથા નબીપુર પો. સ્ટે. ના માણસો નબીપુર પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી રેડમાં હાજર હતા.

દરમ્યાન ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. બી. ડી. વાઘેલાનાઓને મળેલ બાતમી આઘારે ઝનોર ગામે રહેતા દિલીપભાઈ રાયસિંગભાઈ માછીનાઓ પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોય જે ચોક્કસ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પરપ્રાંતીય અને પ્રતિબંધીત ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનાં ક્વાર્ટર નંગ – ૨૦૯ કી. રૂ.૨૦,૯૦૦/- તથા એક મોબાઈલ ફોન કી . રૂ . ૫૦૦૦/- તથા અંગ ઝડતી નાં રોકડા રૂપિયા 3000/- તથા 20 ગાડી નં. જી.જે.૧૬બી.એન.પર૪૧ કી . રૂ . ૪,૦૦,૦૦૦/- મળી કુલ્લે કી . રૂ . ૪,૨૮,૯૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી દિલીપભાઈ રાયસિંગભાઈ માછી ને પકડી લીધેલ.

સદર આરોપીને મળી આવેલ દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા મનોજ નામનો ઇસમ આપી ગયેલ હોવાનું જણાવતા હોય જેથી આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ નબીપુર પો . સ્ટે . માં કાયદેસર થવા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે , કામગીરી કરનાર અધિકારી / કર્મચારી – ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. બી. ડી. વાઘેલા તથા એ. એસ. આઇ. અર્જુનસિંહ નટવરસિંહ તથા પો . કો . નટવરભાઈ મગનભાઈ  તથા પો. કો. ભરતભાઇ માધુભાઇ તથા રાકેશભાઈ જહાંભાઈ નાઓએ કરેલ છે .

Admin

Admin

9909969099
Right Click Disabled!