જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી

જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી
Spread the love

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાંબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે. જેમાંથી પ્રેરણા લઈને તાજેતરમાં ડીવાયએસપી કચેરીમાં પણ પ્રમોશન મેળવેલ હેડ કોન્સ્ટેબલ ને બાજુ ઉપર હેડ કોન્સ્ટેબલની ફીતી લગાડી, સન્માન કરવામાં આવેલ હતું.

તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કોન્સ્ટેબલને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ ડિવિઝનના પો.કોન્સ. મયુરકુમાર તુલસીદાસ નિમાવત પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રમોશન આપવામાં આવેલ હતા. આ પો.કોન્સ. મયુરકુમાર તુલસીદાસ નિમાવતને પ્રમોશન મળતા, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પોતાની ચેમ્બરમાં પોતાની જાતે સોલ્ડર ઉપર પોલીસ હેડ કોન્સ્ટેબલના હોદ્દાના ત્રણ ફીતી સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને, રિડર પો.સ.ઇ. આર.કે.સાનયા તથા તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી. પ્રમોશન મેળવનાર જૂનાગઢ જિલ્લાના તમામ હેડ કોન્સ. દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!