દહેજ ભેંસલી ગામના લુંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી કાઢતી ભરૂચ LCB

દહેજ ભેંસલી ગામના લુંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી કાઢતી ભરૂચ LCB
Spread the love

ભેંસલી ગામ પાસે આવેલ “ શુભ લક્ષ્મી કંપની મા કામ કરતા રમેશભાઇ પરસોત્તમભાઇ પઢીયાર ઉ.વ. ૫૦ રહેવાસી – કલાદરા, તા. વાગરાનાઓ કલાક કંપનીમાંથી છુટી કલાદરા ગામે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે કલાક ૧૯ . ૦૦ વાગ્યે શુભ લક્ષ્મી કંપનીની પાછળ આવેલ ભાદરીવાળા કાંસવાળા રસ્તા ઉપર કોઇ અજાણ્યા ઇસમ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષનો મોંઢા ઉપર બુકાની બાંધી હાથમાં લોખંડની પાઇપ સાથે આવી રમેશભાઇને કહેલ કે “તારી પાસે જે રૂપીયા હોય તે આપી દે, “તેમ કહેતા રમેશભાઇએ રૂપીયા આપવાની ના પાડતા અજાણ્યા ઇસમે રમેશભાઇને લોખંડના પાઇપ વડે કપાળના ભાગે તથા ડાબી આંખની ભ્રમર ઉપર તથા હોઠ ઉપર મારી ઇજા કરી તેમના પેન્ટના ખિસ્સામાંના પગારના રૂપીયા ૮૦૨૦/- કાઢી લઇ લુંટ કરી નાસી ગયેલ. જે બાબતેની ફરીયાદ ફરીયાદી શ્રી વિક્રમસિંહ ગેમલસિંહ પઢીયાર રહેવાસી – કલાદરા તા. વાગરા જી. ભરૂચની ફરીયાદના આધારે દહેજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર. નં-૭૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪, ૩૯૭ જી. પી. એકટ ૧૩૫ મુજબ નોંધાયેલ હતી.

આ સંવેદનશીલ ગુના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા , વડોદરા રેન્જ , વડોદરા તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા , પોલીસ અધિક્ષક ભરૂચ ધ્વારા લુંટ કરનાર અજાણ્યા ઇસમને શોધી કાઢવા સારૂં જે. એન. ઝાલા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.નાઓને સુચના કરતા તેઓએ પો.સ.ઇ. શ્રી વાય. જી. ગઢવીનાઓ સાથે એલ.સી.બી.ની ટીમ આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા સારૂ તૈયાર કરેલ હતી. જે એલ.સી.બી. ટીમ દ્વારા ગુના સ્થળની વિઝીટ કરી આસપાસના વિસ્તારોમાં અજાણ્યા આરોપી ઇસમની તપાસ આદરી શુભલક્ષ્મી કંપની ભેંસલીના પાછળના ભાગના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તપાસ હાથ ધરેલ હતી.

જે તપાસ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે , આ લંટમાં ખોજબલ ગામનો રફીકભાઇ ઇસ્માઇલભાઇ દિવાન સંડોવાયેલ છે . જે બાતમીને ડેવલપ કરી એલ.સી.બી. ટીમ દ્વારા વોચ ગોઠવી રફીકભાઇ દિવાનને ખોજબલ ગામેથી મેળવી એલ.સી.બી.માં લાવવામાં આવેલ અને ગુનામાં તેની યુક્તિપ્રયુક્તિ પુર્વકની ઉંડાણપુર્વકની ઘનિષ્ઠ પુછપરછ કરતા રફીકભાઇ ભાંગી પડી જણાવેલ કે, “તેને રૂપીયાની જરૂર હતી, રમેશભાઇ પાસે પગારના રૂપીયા હોવાની તેને જાણકારી હતી.

જેથી રસ્તાના એકલતાનો લાભ લઇ તેણે રમેશભાઇને દંડા વડે મારમારી રૂપીયા ૮૦૨૦/-ની લુંટ કરેલ હોવાની કબુલાત કરતા આરોપી રફીકભાઇ ઇસ્માઇલભાઇ દિવાનને દહેજ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર. નં-૭૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૨ , ૩૯૪ , ૩૯૭ જી.પી. એકટ ૧૩૫ મુજબના ગુનામાં સી.આર.પી.સી. ૪૧ (૧) એ, મુજબ તા . ૧૯ / ૧૨ / ૨૦૧૯ ના કલાક 00 / ૪૫ વાગે અટક કરી આગળની કાર્યવાહી અર્થે દહેજ પો . સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

અટક કરવામાં આવેલ આરોપી : (૧) રફીકભાઇ ઇસ્માઇલભાઇ દિવાન

કજે કરેલ મુદ્દામાલ : (૧) સેમસંગ મોબાઇલ – ૧ કિ. રૂ. ૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ : (૧) પો. ઇન્સ. શ્રી જે. એન. ઝાલા એલ.સી.બી. ભરૂચ ( ૨ ) પો.સ.ઇ. શ્રી વાય. જી. ગઢવી એલ.સી.બી. ભરૂચ (૩) પો.કો. જોગેન્દ્રદાન ભુપતદાન (૪) પો. કો. કિશોરભાઇ વીરાભાઇ (૫) પો. કો. દિલીપભાઇ ચંદુભાઇ…

Admin

Admin

9909969099
Right Click Disabled!