હિંમતનગર બી ડીવીઝન પોલીસે હ્યુડાઇ અેસેન્ટ ગાડીમાથી રૂ. ૬૦,૦૦૦ના દારૂ સાથે બે ને ઝડપ્યા

- ઉત્તરાયણના તહેવાર અનુસંધાને વાહન ચેકીંગમાં હ્યુન્ડાઇ એસેન્ટ ગાડીમાં વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂ.૧,૬૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર ગુન્હો શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
સાબરકાંઠા પોલીસ અધીક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબએ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે. એચ. સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ. શ્રી કે. એસ. બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ. એન. ગઢવી તથા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ છે તે
દરમ્યાન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, ઇડર તરફથી એક એસેન્ટ ગાડીમાં ઇંગ્લીશ દારૂની બોટલો લઇ બે ઇસમો આવે છે જે બાતમી આધારે વોચમાં રહી હ્યુન્ડાઇ એસેન્ટ ગાડી નંબર-GJ-18-AB-5570ની આવતાં તેને ચેક કરતાં આરોપીઓ (૧) જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો કમલસિંહ શેખાવત રહે. ફોરેસ્ટ કોલોનીની બાજુમાં મહેતાપુરા, હિંમતનગર (૨) મિતેષભાઇ જયમાલભાઇ રબારી હાલ રહે.બ્રહ્માણીનગર ચેહર કૃપા સોસાયટી, હિંમતનગર મુળ રહે. લીખી, રબારી વાસ, તા. હિંમતનગરનાઓ ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર્સ પ્રાઇડ સિલેક્ટ પ્રિમિયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ-૬૦ કિં.રૂ.૬૦,૦૦૦ ની વગર પાસ પરમીટે હ્યુન્ડાઇ એસેન્ટ ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિં. રૂ. ૧૫,૦૦નો મળી કુલ કિ.રૂ. ૧,૬૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)