હિંમતનગર બી ડીવીઝન પોલીસે પ્રોહીબિશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

- દહેગામ પો.સ્ટે. (જી.ગાંધીનગર)ના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
સાબરકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબએ સાબરકાંઠા જીલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવા સુચના આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે. એચ. સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ શ્રી કે.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ હતા તે
દરમ્યાન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફના માણસોએ હિંમતનગર બી.ડીવી.પો.સ્ટે. C પાર્ટ- ૦૮/૨૦૨૦ (૧૧૨૦૯૦૫૬૨૦૦૦૧૧)/૨૦૨૦ ધી.ગુજરાત પ્રોહી.એકટ ક. ૬૬ (૧) બી, ૬૫-એ-ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હાના કામે પકડેલ આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો કમલસિંહ શેખાવત રહે.ફોરેસ્ટ કોલોનીની બાજુમાં મહેતાપુરા, હિંમતનગરને પકડેલ હતો જે આરોપી દહેગામ પો.સ્ટે. (જી.ગાંધીનગર) પ્રોહી ગુ.ર.નં.૨૧૦/૨૦૧૮ ધી ગુજરાત પ્રોહી. એકટ કલમ-૬૫ એઇ,૧૧૬બી,૯૮(૨) મુજબના કામનો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દહેગામ પો.સ્ટે. ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)