મોબાઈલ કોન્ફરન્સ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને બોર્ડની પરિક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન

રિલાયન્સ ફાઉન્ડેશન, જિલ્લા રોજગાર કચેરી-હિંમતનગર, ભૈરવનાથ વિદ્યામંદિર-મજરા અને શ્રીમતિ એસ.પી.અમિન હાઈસ્કૂલ–હાથરવા ના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કોન્ફરન્સમાં રોજગાર કચેરીમાંથી મોનાબેન રાવલ,વોકેશન ગાઈડન્સ કાઉન્સેલર, કિરણ પટેલ, પ્લેસમેન્ટ ઓફિસર અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ ભાવેશ પટેલ તેમજ બંને શાળાના આચાર્ય, શ્રી વિનોદભાઇ પટેલ અને શ્રી બી.બી.ગોસ્વામી તથા બંને શાળાના અલગ-અલગ ગામના કુલ ૫૦ વિધાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા.
આ કોન્ફરન્સમાં મોનાબેન રાવલ દ્વારા ધોરણ ૧૦ પછીના વિવિધ કોર્ષ, ભવિષ્યમાં રોજગારીની તકો વિષે તેમજ કિરણભાઈ પટેલ દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગેના મહત્વના મુદ્દા વિષે માર્ગદર્શન આપ્યું હતું . વિધાર્થીઓએ અને તેમના વાલીઓએ પ્રશ્નોતરી કરી, જેમાં ઘરે બેઠાબેઠા મૂંઝવતા પ્રશ્નો જેવા કે, સંરક્ષણ દળો ની ભરતી,વિવિધ ડિપ્લોમા અને નર્સિંગને લગતા કોર્ષ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું.
બંને શાળાના આચાર્યશ્રીઓ દ્વારા આ નવીનતમ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રીલાયન્સ ફાઉન્ડેશન ની ટેક્નોલૉજી આધારિત સેવાઓની જાણકારી આપી અને વધારે માહિતી માર્ગદર્શન માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ પર નિશુલ્ક સેવાનો લાભ લેવા જણાવ્યુ હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)