અરવલ્લી LCBએ રૂ ૧,૭૦,૦૦૦ના મુદ્દામાલ સાથે અેકને ઝડપી બે ગુન્હાનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી LCBએ રૂ ૧,૭૦,૦૦૦ના મુદ્દામાલ સાથે અેકને ઝડપી બે ગુન્હાનો ભેદ ઉકેલ્યો
Spread the love
  • ભિલોડા બજારમાં રૂપિયા ભરેલ બેગની ચીલઝડપ થયેલ ગુન્હો તેમજ મોટર સાઇકલ ચોરી મળી કુલ બે ગુન્હો શોધી કાઢી ચીલઝડપમાં ગયેલ નાણાં તથા ગુન્હામા વપરાયેલ  મોટર સાઇકલ તેમજ ભિલોડા ખાતેથી ચોરાયેલા પલ્સર બાઇક સહિત બે ગુન્હા ઓ શોધી કાઢી કુલ રૂ.૧,૭૦,૦૦૦ મુદ્દામાલ રિકવર કરતી એલસીબી અરવલ્લી

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી) સા શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી  ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓ તેમજ શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી મોડાસાનાઓ ધ્વારા અરવલ્લી જિલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા  સુચના આપતા ઉપરોકત સુચના અન્વયે શ્રી આર.એસ. તાવિયાડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. અરવલ્લી તથા પોલીસ પો.સબ ઈન્સ શ્રી કે.કે.રાજપુત અેલ.સી.બી. અરવલ્લી મોડાસા તથા અેલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ મોહનસિહ ફતેસિહ તથા એ.એસ.આઈ. અનિલભાઈ અંબાલાલ તથા અ.પો.કો વિરભદ્રસિંહ પદમસિહ તથા અ.હે.કો શંકરજી ધુળાજી તથા અ.હે.કો. મનહરસિહ દાનસિહ તથા અ.હે.કો. નરેન્દ્રસિહ પદમસિહ તથા અ.પો.કો નિલેશકુમાર વિષ્ણુભાઈ તથા અ.પો.કો. વિક્રમસિહ વકતાભાઈ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવેલ.

પેટ્રોલિંગ દરમ્યાન પો.સબ.ઇન્સબ શ્રી કે.કે.રાજપુત અેલ.સી.બી.અરવલ્લી મોડાસા ને  બાતમીદારથી માહિતી મળેલ કે આજથી આશરે પંદરેક દિવસ અગાઉ તા ૨૦-૧૨-૨૦૧૯ ના રોજ  સાંજના ૭.૩૦ વાગે મઉ રોડ પર ભિલોડા ટાઉનમાં અેક અનાજ કરીયાણાના વેપારી પાસેથી અેક બેગ રૂ. ૧,૨૫,૦૦૦ ભરેલાની ચીલઝડપ કરેલ જે આરોપીઓ પૈકિ એક આરોપી બજાજ પલ્સર મોટરસાયકલ ઉપર બેસીને રેલ્લાવાડા તરફથી નીકળીને સાયરાવાળા રોડ ઉપર થઈ મોડાસા તરફ આવનાર છે તે બાતમી આધારે સાયરા તરફથી આવતા વાહનોનું ચેકિંગ દરમ્યાન વણૅનવાળો એક ઇસમને બાજકોટ ચોકડી પાસે કોડૅન કરીને પકડી પાડેલ.

જેણે પોતાનુ નામ જીગર સમીર કાન્તિભાઈ અમરાભાઈ નિનામા રહે.બીટી છાપરા ભાથીજી ફળિયું તા. મેઘરજ જિ અરવલ્લી હોવાનું જણાવેલ તે ઇસમને ઉપરોક્ત ગુન્હા અન્વયે પુછપરછ કરતા પોતે તથા તેના અન્ય સાથીદારોએ રૂપિયાની થેલીની ચીલઝડપ કરેલાની કબુલાત કરી હતી જે અંગે આ કામે ગુન્હામા વપરાયેલ બાઇક તેમજ ભિલોડા ખાતે ચીલઝડપમા ગયેલ નાણાં તેમજ એક માસ અગાઉ ભિલોડા ખાતેથી ચોરાયેલ બજાજ પલ્સર બાઈકનો પણ ભેદ ઉકલવામાં સફળતા મળી હતી આમ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!