દિયોદર શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ શાળામાં શ્રી શિવમહાપુરાણકથાનો પ્રારંભ

દિયોદર ગજાનન ગૌ સેવા આશ્રમ તેમજ નકળંગકુષ્ણ ગૌ તીર્થ મોજરું દ્વારા આયોજિત મકરસંકાંતિ ગૌ સેવા મહોત્સવ નો આજ થી દિયોદર ના આંગણે પ્રારંભ થયો છે જેમાં આજે આ મહોત્સવ પ્રારંભ પહેલા દિયોદર ખાતે આવેલ ગાયત્રી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં ભક્તો હાજર રહા હતા.
આ શોભાયાત્રામાં મહિલા મંડળની મહિલા ઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી વાજતે ગાજતે નીકળેલ આ શોભાયાત્રામાં દિયોદર નગર ભક્તિમય બન્યું હતું દિયોદરના આંગણે આજથી ચાલનાર શ્રી મહાપુરાણ કથા માં મોટી સંખ્યા માં ભક્તો જોડાય તે માટે મુકુંદપ્રકાશ મહારાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આ કથાના કથાકાર પૂજ્ય ગૌ ભક્ત ધનેશ્વરભાઈ શાસ્ત્રી ક્ચ્છના મુખે આ કથા સાંભળવા મળશે આ આયોજનમાં સતત પાંચ દિવસ સુધી અખંડ રામધુન પણ ચાલશે જેમાં રામધામ આશ્રમ ટ્રસ્ટ દેપાળિયા (રાજકોટ) તથા રામધુન મંડળની ૨૫૦ થી વધુ મહિલા ઓ ૨૪ કલાક રામધુન બોલાવશે જેમાં દિયોદરની મહિલાઓ પણ ભાગ લેશે.
રઘુભાઈ નાઈ (દિયોદર)