મહારાષ્ટ્રના પિતા-પુત્રની અનોખી ભક્તિ , પુત્ર બચી જતા માનતા કરવા નીકળ્યા

શક્તિ, ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ અરાવલી ની પહાડો પર વસેલું 51 શક્તિપીઠ પૈકી આદ્યશક્તિ પીઠ તરીકે સમગ્ર વિશ્વ મા પ્રસિદ્ધ છે ,અંબાજી વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ ધામમા માંની ધજા અને રથો લઈને ભક્તો પગપાળા અને ચાલતા ચાલતા માનતા અને આખડી પુરી કરવાની નેમ સાથે આવતા હોય છે ત્યારે કેટલાક ભક્તની ભક્તિ જોઈ આપણા હૃદય ને પણ કંપારી છુટી જાય છે આવોજ એક ભક્તિ નો કિસ્સો અંબાજી ખાતે આજે જોવા મળ્યો હતો જેમા મહારાષ્ટના અમરાવતીના દેવીદાસ સીરપથ ઠોરાટ, ઉંમર ૫૫ પોતાના પુત્ર ને કરંટ લાગતા માથુ ફાટી ગયુ હતુ અને બચવાની કોઈ ઉમ્મીદ ન જણાતા તેમને પોતાના ગામથી વૈષ્ણોદેવી સુધી જમીન પર આળોટી આળોટી જઈ માતાજી ના દર્શન કરવાની નેમ રાખી હતી અને ત્યારબાદ પોતાનો પુત્ર પણ સાજો થઇ ગયો હતો.
મહારાષ્ટ્રના અમરાવતી મા રહેતા દેવીદાસ સીરપથ ઠોરાટ ના પુત્ર ને વીજળી નો મોટો વાયર અડી જતા માથા ના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને ડોક્ટરો એ પણ તેમના પુત્ર ને બચવાના ચાન્સ ખુબ ઓછા છે તેમ કહેતા આ પરીવાર પર આભ તૂટી પડ્યું હતુ ત્યારે દેવીદાસ સીરપથ ઠોરાટ એ પોતાના ગામ અમરાવતી થી માતા વૈષ્ણોદેવી સુધી જમીન પર આળોટતા આળોટતા જવાની માનતા માનતા પોતાના પુત્ર મા સુધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેમને પોતાના ગામ થી 2 સપ્ટેમ્બરના રોજ વૈષ્ણોદેવી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.
તેમની સાથે પોતાના પુત્ર, પુત્રી અને ભાઈ સાથે આટલી ઠંડી, ગરમી અને વરસાદ ની પરવાહ કર્યા વગર આ યાત્રાએ નીકળી પડ્યા હતા અને આજે તેવો અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા તેમને અંબાજી આવતા પહેલા પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કર્યા હતા ,આ યાત્રા મા તેમનો 11 વર્ષ નો પુત્ર દુર્ગેશ અને 8 વર્ષ ની પુત્રી વૈશ્વી પણ જોડાઈ હતી હજી તેમને વૈષ્ણોદેવી પહોંચતા 7 મહીના લાગશે, વહેલી સવારે 8 વાગે થી સાંજ ના 6 વાગે સુધી રોજના 10 કિલોમીટર આ પરીવાર યાત્રા કરે છે ,અમરાવતી થી વૈષ્ણોદેવી સુધી 1805 કિલોમીટર થાય છે જયારે અમરાવતીથી અંબાજી 842 કિલોમીટર થાય છે આ યાત્રા જોઈ ભક્તિ ની વ્યાખ્યા બદલાઈ જાય છે.
-: દેવીદાસ સીરપથ ઠોરાટ,ભક્ત, અમરાવતી :-
હું 2 સપ્ટેમ્બર ના રોજ પોતાના ગામ થી વૈષ્ણોદેવી જવા માટે નીકળ્યો છુ અંબાજી આવતા મને 4 મહિના થયા છે અને હજી 9 મહિના બાદ હું વૈષ્ણોદેવી પહોંચીશ મને રસ્તા માં લોકો નો ભારે સપોર્ટ મળે છે અને મારા પુત્ર કરંટ થી બચી જતા મેં જમીન પર આળોટતા આળોટતા જવાની માનતા માની હતી તે યાત્રા હું પુરી કરીશ તેમ કહ્યું હતું.
અમિત પટેલ (અંબાજી)