VNM રમતોત્સવનો શુભારંભ કરાવતા રાજ્યના રમત ગમત, યુવા અને સાસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલ

VNM રમતોત્સવનો શુભારંભ કરાવતા રાજ્યના રમત ગમત, યુવા અને સાસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલ
Spread the love

વડોદરા,
શહેરના માંજલપુર સ્પોર્ટસ કોમ્પેલેક્ષ ખાતે VNM ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત ૧૦માં રમતોત્સવને રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ખુલ્લો મૂકતા જણાવ્યું કે, ખેલમહાકુંભના માધ્યમથી રાજ્યના અનેક ખેલાડીઓની પ્રતિભા ઉજાગર થઈ છે. વર્ષ ૨૦૧૦થી શરૂ થયેલા ખેલમહાકુંભમાં પ્રથમ વખત ૧૬.૫૦ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું ત્યારે ૨૦૧૯માં ૪૬ લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રશન થયું હતું અને ૩૯ લાખ જેટલા ખેલાડીઓ ખેલમહાકુંભમાં ભાગ લીધો હતો. જે દર્શાવે છે કે, રમત ગમત પ્રત્યે બાળકો-યુવાનોમાં અભિરૂચિ વધી છે. સાથે જ રાજ્ય સરકારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રૂ. ૪૦ કરોડના ઈનામ વિતરણ કર્યાં હતા.

વધુમાં તેમણે ઉમેર્યું કે, એક સમયે ગુજરાત રાજ્ય પર મ્હેણું હતુ કે, ગુજરાતી પ્રજા દાળ-ભાત ખાવા વાળી અને વેપારી પ્રજા પરંતુ રાજ્ય સરકારની ખેલ પ્રોત્સહક નીતિથી આ મ્હેણું ભાગ્યું છે. પ્રવર્તમાન સમયમાં રાજ્યની સરિતા ગાયકવાડ, હરમીત દેસાઈ, અંકિતા રૈના,મુરલી ગાવિત સહિતના ખેલાડીઓએ દેશ અને ગુજરાત નામ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.  રમત ગમત વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. રમત ગમતથી ધ્યાન એકાગ્રતા, ચપળતા જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે. આ બાબતોને લક્ષમાં રાખી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી મોદીએ ખેલમહાકુંભ ફીટ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા પ્રકલ્પો અમલમાં મૂક્યા છે. તેમ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું.

VNM દ્વારા આયોજિત આ રમતોત્સવમાં ૭૫ શાળાના ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે વીએનએમ ન્યુઝ ચેનલ લોકોને સમાચાર આપવાની સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે મંત્રીશ્રીનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને બાળકોને પ્રત્સાહિત કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી સંકુતલાબેન મહેતા, નગર સેવક શ્રી ચિરાગ ઝવેરી, યુવા વિકાસ અધિકારી શ્રી કેતુલ મહેરિયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!