જ્યારે મંત્રી ઉતર્યાં કબડ્ડીના મેદાનમા…..

વડોદરા,
યુવાન જેવી ત્વરા અને સ્ફૂર્તિથી ચઢાઈ કરી….બાળકોને કર્યાં પ્રોત્સાહિત
રાજ્યના ઉત્સાહી અને સ્કૂર્તિલા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલનો એક સ્થાનિક ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત રમતોત્સવમાં તેમનો ખેલ પ્રત્યેનો પ્રેમ ઉજાગર થયો હતો. મંત્રીશ્રીએ એક યુવાન જેવા જ ઉત્સાહ અને તરવરાટ દાખવતા બાળકો સાથે કબડ્ડીના મેદાનમાં ઉતર્યાં હતા. બાળકો સાથે બાળક બનીને અને મંત્રી હોવાની મોટપ ભૂલીને બાળકોને પ્રોત્સાહિત કરવા કબડ્ડી રમી હતી. એક ખેલાડીમાં સ્ફૂર્તિ અને ત્વરા હોય તેવી જ રીતે મંત્રીશ્રીએ સામે ટીમ ઉપર ચઢાઈ કરી હતી. તેમજ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલેના એક સમયના સહઅભ્યાસી રહેલા સાંસદ રંજનબેન ભટ્ટ પણ કબડ્ડીના મેદાનમાં ઉતર્યાં હતા અને બાળકો સાથે આનંદ માણ્યો હતો.