SWACના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ એસ.કે. ઘોટિયા વી.એસ.એમ.એ ભૂજના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

SWACના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ એસ.કે. ઘોટિયા વી.એસ.એમ.એ ભૂજના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Spread the love

અમદાવાદ,
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ એસ.કે. ઘોટિયા વી.એસ.એમ.એ 09 જાન્યુઆરી 2020ના રોજ ભૂજના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતિ નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કૉમડૉર નીલેશ જોશી અને AFWWA (સ્થાનિક)ના પ્રમુખ શ્રીમતિ પ્રિયા સિંહા તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યાં હતા.

તેમના આગમન પર, એરફોર્સ સ્ટેશનના જવાનોએ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, એરમાર્શલને એરફોર્સ સ્ટેશનની વિવિધ કામગીરી, જાળવણી અને વહીવટી પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટેશનના તમામ એકમો અને વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને પરિચાલનમાં સ્ટેશનની તૈયારીની સમીક્ષા કરી હતી.

એરમાર્શલે સ્ટેશનના અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને પરિચાલનને લગતી બાબતોમાં સજ્જ રહેવા પર ભાર મૂક્યો હતો. તેમણે પરિચાલન કામગીરીઓ પૂર્ણ કરવામાં મેન્ટેનન્સ અને વહીવટી સહાયક સેવાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વાયુ યોદ્ધાઓને કોઇપણ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવા કહ્યું હતું.

એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતિ નિર્મલા ઘોટિયાએ AFWWA (સ્થાનિક)ના વિવિધ ઉપક્રમોની મુલાકાત લીધી હતી અને ભૂજ એરફોર્સ સ્ટેશનની સંગીનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે તમામ મહિલાઓને સ્વનિર્ભર થવાના આશય સાથે વ્યક્તિત્વ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી અને પોતાના વાયુ યોદ્ધાઓને અડગપણે સહકાર આપવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!