અંબાજીમા બુટલેગરનો વિડિઓ વાઇરલ થયો ત્યારે પીઆઇ પોતાના મિત્રોને પાર્ટી આપી હતી , આ રહ્યા પુરાવાઓ

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજીની ગણના દેશભરમા થઇ રહી છે આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર બનાસકાંઠા જીલ્લામા આવેલું છે આજ જીલ્લામા પાકિસ્તાનની સરહદ પણ આવેલી હોઈ આ ધામ આસપાસ ની બોર્ડર હટાવ્યા બાદ પોલીસ તરફથી નાકા બંદી અને કડક ચેકીંગ હોવા છતાય આ ધામ મા માથાભારે બુટલેગર વિદેશી દારૂનો ધંધો કરે તો અંબાજી પોલીસ અને અંબાજી પોલીસના પીઆઇ એ રાજીનામુ આપી દેવું જોઈએ, અંબાજી ધામ મા મોટા મોટા અધિવેશનો અને કાર્યક્રમો થતા હોય અને આ ધામમા વીઆઈપી લોકો આવતા હોય તો આ ધામ મા કંઈ રીતે બે નંબરના ધંધા ચાલે તે એક મોટો પ્રાણ પ્રશ્ન છે ?
અંબાજી ધામ મા કહેવાતા નેતા પણ આ બદીઓ બાબતે મૌન ધારણ કરીને બેઠા છે ત્યારે અંબાજીમા બુધવારે આઠ નંબર પાણીની ટાંકી પાસે જાહેર માર્ગ ઉપર બુટલેગર ખુરશી પર બેસી દારૂ વેચતો હતો ત્યારે અંબાજી પોલીસ સ્ટેશન ના કોમ્યુનિટી હોલ આગળ અંબાજી પીઆઇ પોતાના મિત્રોને અને સ્ટાફને હળદરની શબ્જી ખવડાવતા હતા, આ રહ્યા પુરાવા તેમ છતાય ડીજીપી, બોર્ડર રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ વડા કેમ અંબાજી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પીઆઇ ઉપર પગલાં નથી ભરતા તે સમજાતું નથી, તસવીર મા પીઆઇ ખાનગી ડ્રેસ માં જોઈ શકાય છે.
બુધવાર સાંજ ના 7 થી રાત્રી ના 9 વાગે સુધી ના સીસીટીવી ચેક કરવામાં આવે
અંબાજી મા બુધવારે સાંજે આઠ નંબર વિસ્તાર મા પાણી ની ટાંકી પાસે કરિયાણાની દુકાનની આડ મા જાહેર માર્ગ ઉપર બેસી વિદેશી દારૂ વેંચતા બુટલેગર નો વિડિઓ વાઇરલ થયા બાદ અંબાજી પોલીસ બેકફૂટ પર આવી ગઈ હતી પણ તેમને આ બુટલેગરને પૂછપરછ માટે પણ બોલાવવાનો સમય ન હતો ,પોલીસ સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે અંબાજીમા નવા આવેલા પીઆઇ અગ્રાવત પોતાના સ્ટાફ અને મિત્રોને હળદરનું શાક ખવડાવતા હતા અને 50 થી વધુ લોકો ને જમણવારનું આમંત્રણ આપ્યુ હતુ ,શું અંબાજી પીઆઇ એ પોલીસ મથક મા જાહેર સ્થળ ઉપર આવું જમણવાર રાખ્યું હતુ તો તેની મંજૂરી ઉચ્ચ અધિકારી પાસે લીધી હતી કે કેમ ? અંબાજી માતાજી ના ધામ મા જો વિદેશી દારૂ બુટલેગર જાહેર માં વેચે અને તેજ સમયે વિડિઓ વાઇરલ થાય તો પીઆઇ કેમ જમણવાર બંદ ના કરાવ્યું ? કેમ પોલીસ સ્ટાફ ને આ બુટલેગર પકડવા મોકલ્યા નહીં ? આ પ્રશ્નો ગુજરાત ના પોલીસ વડા એ જીલ્લા પોલીસ વડા પાસે જાણવા જોઈએ અને સમાજ માં સારો સંદેશો જાય તે માટે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.
વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ભાદરવી ના 7 દિવસ જ આ ધામ મા ધ્યાન આપે છે
અંબાજી ભાદરવી મહાકુંભ ના 7 દિવસ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ અંબાજી ધામ મા ધ્યાન આપે છે બાકી આખું વર્ષ કંઈ જ ધ્યાન આપતી નથી અંબાજી મા માંસ મટન ની દુકાનો , વિદેશી અને દેશી દારૂ જેવી બદીઓ આખું વર્ષ આ ધામ મા જોવા મળે છે પણ વર્ષ ના આડા દિવસો મા કેમ અસરકારક પગલાં લેવામાં આવતા નથી જે બાબતો થી અંબાજી ની જનતા મા નારાજગી જોવા મળી રહી છે.
અંબાજી પોલીસ મથક ના ઇતિહાસ મા પ્રથમ વાર પાર્ટી યોજાઈ
અંબાજી નું નવું પોલીસ મથક જ્યારથી હાઇવે પર બન્યું છે ત્યારથી આજદિન સુધી કોઈ પોલીસ ના જવાન કે અધિકારી એ પોલીસ સ્ટેશન ના કેમ્પસ મા જમણવાર ની પાર્ટી આપી ન હતી ,આ જમણવાર ની પાર્ટી મા કોઈ રિટાર્યડ પણ થયું ન હતુ તો કયા બાબત થી પાર્ટી આપવામાં આવી તે બાબત હાલ વિવાદિત બની છે, જીલ્લા પોલીસ વડા અને બોર્ડર રેન્જ આઇજી આ બાબત તપાસ કરી જવાબદાર અધિકારી ઉપર શિસ્ત નો કોરડો વીંઝે તેવી માંગ પ્રબળ બની છે, પોલીસ સ્ટેશન જાહેર સ્થળ હોઈ તેની ગરીમા જળવાય અને શિસ્ત ભંગ કરનારા ઉપર સમાજ મા દાખલો બેસાડવા માટે પગલાં લેવાય તો ભવિષ્ય મા બીજી વાર કોઈ ભૂલ ન કરે.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)