અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે ઉનાના યુવાન રસિક ચાવડાની નિમણૂક

“અખિલ ભારતીય કોળી સમાજ”ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે ઉનાના સામાજિક યુવા આગેવાન રસિક ચાવડા (આર.સી.)ની નિમણુંક કરવામાં આવી છે. આ સંગઠન ભારતના ૧૮ કરતા વધુ રાજ્યમાં ફેલાયેલું છે. દેશભરના કોલી/કોળી સમાજ સામાજિક, રાજકીય દ્રષ્ટિએ આગળ આવે અને સંગઠિત રહે તેવા કાર્યો કરવામા આવે છે. આ સંગઠનના હાલના મહામહિમ રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ્દજી પણ આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે.
દિલ્હીમાં કોળી સમાજ ભવન પણ બનાવવામાં આવ્યું છે અને તેના ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ સત્યનારાયણ પવાર (પૂર્વ સાંસદ ઉજ્જેન) છે. રસિક ચાવડા આ સંગઠનમાં છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છે અને તેઓ યુવા શાખામાં ત્રણ ટર્મ સુધી મહામંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. સમાજ પ્રત્યે કંઇક કરી છૂટવાની તેઓની ભાવના અને સમાજ સંગઠીત બને શિક્ષિત બને અને સામાજિક રાજકીય રીતે આગળ વધે તેવા પ્રયત્નો તેઓ હંમેશા કરતા રહ્યા છે. ત્યારે કોળી સમાજ માટે કરેલા કાર્યની કદર સ્વરૂપે પ્રદેશ મહામંત્રી બનાવી ગુજરાત પ્રદેશની મુખ્ય બોડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉના ના આગેવાનની નિમણૂક પ્રદેશ લેવલે થાય એ વિસ્તાર અને કોળી સમાજ માટે ગૌરવની વાત છે ત્યારે નાની ઉમરમાં પ્રદેશમાં સ્થાન મેળવ્યું છે.