ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પ્રધુમનનગર પોલીસ સ્ટેશન

રાજકોટ,
પ્રધુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર વિરદેવસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા નાઓને મળેલી બાતમીના આધારે રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ બ્લોક નંબર 1 રાજકોટ મુળ રહે. ગાયત્રીધામ શેરી. 2 જામનગર રોડ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
ભાણુ બિજલભાઈ લાલવાણી. જાતે.કોળી ઉ.22 રહે. રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ બ્લોક નંબર 1 રાજકોટ
મુદામાલ
ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલ નંગ. 58 કિ.26.000 નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.એસ.વણજારા તથા બી.વી.બોરીસાગર તથા અશોકભાઇ કલાલ તથા અરવિંદભાઈ મકવાણા તથા જનકભાઇ કુગસીયા તથા વિરદેવસિંહ જાડેજા તથા ધમૅરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા તથા જયેન્દ્રસિંહ પરમાર તથા અશોકભાઇ હુબલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)