ડાંગ જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઇ

આહવા,
ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક આજરોજ જિલ્લા સેવાસદન,આહવા ખાતે કલેકટર શ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
કલેકટરશ્રી એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે ટ્રાયબલ વિસ્તારોમાં કામો ૩૧/૩/૨૦૨૦ સુધી પૂર્ણ કરવા સુચન કર્યુ હતુ. વિજળી કરણ પાણીપુરવઠા સુજલામ સુફલામ સિંચાઇ જેવા પ્લાન તૈયાર કરીને ગ્રામ્ય વિસ્તારોની સુવિધા પુરી પાડવી વર્ષ ૧૭-૧૮ તેમજ વર્ષ ૧૯-૨૦ ના વિકાસના કામો પુર્ણ કરવા સુચન હતુ. આ બેઠકમાં ઓડિટપેરા સરકારી લહેણાની વસુલાત આર.ટી.ઓ.ની વસુલાત તુમારશાહીના કાગળો નાગરિક અધિકાર પ્રશ્નો જમીન દફતર,પેન્શન કેસો, વિજળીકરણની બાકી અરજીઓ, ગ્રામ સભામાં રજુ થયેલા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, માહિતી અધિકાર બાબતોની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના આયોજનના કામો પૂર્ણ કરવા સુચન કર્યુ હતુ. નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે જણાવ્યું હતુ કે તુમાર શાહીના બાકી કાગળો નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલ અરજીઓ ગ્રામ સભામાં થયેલા પ્રશ્નોની ઝીણવટથી માહિતી આપી હતી.તેમજ આગામી ૨૬મી જાન્યુઆરીની ઉજવણી વધઇ ખાતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે જિલ્લાના દરેક વિભાગના ટેબલો તૈયાર કરવા સુચન કર્યુ હતુ. ૨૬મી જાન્યુઆરીના દિવસે સન્માન પત્રનુ વિતરણ. યોગ નિદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત ગમતના ૧૨ જેટલા રમત વીરોનું સન્માન કરવામાં આવનાર છે. તેમજ જાતિ સતામણી અંગે આંતીરક ફરિયાદ નિવારણ મહિલા કમિટી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ રચના કરવી. જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે ૨૫મી જાન્યુઆરીએ રજા આવતી હોવાથી મતદાતા દિવસની ઉજવણી ૨૪મી તારીખે કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે આગામી ૨૫મીજાન્યુઆરીથી ગુજરાત સરકાર દ્રારા કુપોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. કુપોષણ બાળકોને જિલ્લાના સંકલનના અધિકારીઓ તેમજ જિલ્લના ચુંટાયેલા પ્રતિનિધિઓ કુપોષણ બાળકોને પાલકપિતા તરીકે જવાબદારી આપવામાં આવશે. આગામી ફેબ્રુઆરી માસમાં ગ્રામસભાઓ યોજાનાર છે. સી.એમ.ડેસબોર્ડ જિલ્લાની યોજનાઓનું ઝડપથી અમલ થાય તેવુ સુચન કર્યુ હતું.
સંકલન સમિતિની બેઠકનું સંચાલન નિવાસી નાયબ કલેકટરશ્રી ટી.કે.ડામોરે કર્યું હતું. ,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત,મદદનીશ,પ્રાયોજના વહીવટદારશ્રી ભગોરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.આર.અસારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.