વેડા-ગોવિંદપુરા- હિંમતપુરા સાર્વજનિક દવાખાનાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નિતીનભાઇ પટેલના હસ્તે થયું

વેડા-ગોવિંદપુરા- હિંમતપુરા સાર્વજનિક દવાખાનાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નિતીનભાઇ પટેલના હસ્તે થયું
Spread the love

ગાંધીનગર,
માનવ સેવા દ્વારા જીવ બચાવવાનું કામ સૌથી અઘરું છે, એવું નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે આજે વેડા-ગોવિંદપુરા- હિંમતપુરા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ સંચાલિત એમ.બી.બી.સાર્વજનિક હોસ્પિટલના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું.  નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, ૧૯૬૫-૭૦ માં દવાખાનાની કલ્પના કરવી એક સ્વપ્ન હતું ત્યારે વેડા ગામના વતની અને શ્રેષ્ઠી દાતાઓના સહયોગથી વેડા-ગોવિંદપુરા સાર્વજનિક દવાખાનું સાકાર થયું હતું. જેનું ઉદૂઘાટન મુંબઇની વિખ્યાત હોસ્પિટલના શ્રેષ્ઠી શ્રી રતિલાલ મણીલાલ નાણાવટીના હસ્તે કરવામાં આવ્યું હતું.

સમય જતાં આ દવાખાનાનું મકાન ક્ષીણ અને જીર્ણ થતા તેનું નવ નિર્માણ કરવા વેડા ગામના વડીલોએ શ્રી રમણલાલ વોરાની આગેવાની હેઠળ શ્રેષ્ઠીઓ સમક્ષ રજૂઆત કરતાં માતૃભૂમિનું ઋણ અદા કરવા મુંબઇ નિવાસીઓએ માનવ સેવાના આ મહાયજ્ઞમાં દાન આપીને કર્તવ્ય પ્રરાયણતા દાખવી છે. જેથી સૌ શ્રેષ્ઠી દાતાઓને અભિનંદન પાઠવું છું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વઘુમાં જણાવ્યું કે, રાજયમાં ૧૧૦ જેટલી હોસ્પિટલ ગ્રાન્ટબલ છે. જેને વર્ષે સરકાર દ્વારા માતબર રકમનું અનુદાન આપવામાં આવે છે. સરકારના આ નાણાંનો સદૂઉપયોગ થાય પ્રજા માટે વપરાય તે ઉદ્દેશ હોવો જોઇએ. આ ભૂમિ ખેડૂતોની કર્મ ભૂમિ છે. દાતાઓ-શૂરવીરોની ભૂમિ છે. દાતાઓના સહયોગથી આ વ્યવસ્થા ઉભી થઇ છે. જેનો લાભ આસપાસના ગામના દર્દીઓ મેળવશે, તેવી આશા રાખું છું.

પચાસ વર્ષ અગાઉ આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેવું કહી પૂર્વ વિઘાનસભાના અઘ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ હોસ્પિટલ નિર્માણ થવાની રસપ્રદ વાત કરતા કહ્યું હતું કે, ગામમાં સાઘન સંપન્ન અને એમ્બેસેડર ગાડી ઘરાવતા પ્રાણલાલભાઇના ઘરમાં એક દિવસ અચાનક એક સભ્ય બીમાર પડયા હતા. ત્યારે તેમને દવાખાનામાં લઇ જવામાં ભારે મુશ્કેલી પડી હતી, તેમણે વિચાર્યું કે, હું આટલો સાઘન સંપન્ન છું, તેમ છતાં મને આટલી તકલીફ પડી તો આ ગરીબ માણસોનું શું થતું હશે, તે પછી તેમણે ગામમાં દવાખાનાનું બનાવવાનો ર્દઢ નિર્ણય કર્યો. દવાખાનું ન બને ત્યાં સુઘી ચંપલ નહિ પહેરું,તેવી પ્રતિજ્ઞા લીઘી હતી. વર્ષ- ૧૯૬૯-૭૦ માં આ દવાખાનાના નિર્માણ કરવામાં આવ્યું હતું. ૫૦ વર્ષ પછી હોસ્પિટલ જર્જરિત થઇ અને અન્ય આરોગ્ય સુવિઘા વઘારવા માટે સરકારમાં રજૂઆત કરી ત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે આસપાસના ગામ્રજનોની આરોગ્ય સુવિઘાને પ્રાઘાન્ય આપી આ હોસ્પિટલ માટે ૬૫ લાખ રૂપિયા ફાળવ્યા હતા. જેની ફલશ્રૃતિ રૂપે આજે સાર્વજનિક હોસ્પિટલ નવનિર્મિત મકાનનું લોકાર્પણ થઇ રહ્યું છે.
કાર્યક્રમના પ્રારંભે શ્રી નરેન્દ્રભાઇ ચાવડાએ સ્વાગત પ્રવચન કરી સાર્વજનિક ટ્રસ્ટની રચના અને દવાખાનાની લાંબી સફરનો પરિચય કરાવ્યો હતો. જયારે શ્રી સુરેશભાઇ પટેલે અંતમાં આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે મહેસાણાના સાસંદ શ્રીમતી શારદાબેન પટેલ, સાબરમતીના ઘારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલ, માણસાના પૂર્વ ઘારાસભ્ય શ્રી અમિતભાઇ ચૌઘરી સહિત મુંબઇના શ્રેષ્ઠી દાતાઓ, ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!