ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા એ.અસ.પી.શ્રી સાગર બગમાર સાહેબ તરફથી દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સુચના અન્વયે ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ. વી.એચ જોશીના સીધા માર્ગદર્શન હેઠળ પો.કોન્સ અજીતભાઈ ગંભીર તથા અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજયભાઈ રાઠોડ તથા પો. હેડ કોન્સ હિતેશભાઈ ગરેજાને સંયુક્તમાં મળેલી હકિકતના આધારે ધોરાજી તાલુકાના ફરેણી ગામે આરોપીના કબ્જા ભોગવટાની ખેતીની જમીને આવેલ ઓરડીમાંથી પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 432 કી રૂ 1,29,900/-નો મુદામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે તેમજ આકામે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.
આરોપીઓ
યુવરાજ બાલુભાઈ શેખવા રહે ફરેણી તા.ધોરાજી
કામગીરી કરનાર ટીમ
PI વી.એચ. જોષી, HC સી.ટી.વસૈયા, HC આર.કે.બોદર, HC એચ. બી.ગરેજા, HC વિરમભાઈ વણવી, PC અનિરુદ્ધસિંહ ઝાલા, PC અજીતભાઈ ગંભીર, PC બળદેવભાઈ સોલંકી, PC પ્રેમજીભાઈ કિહલા, PC અજયભાઈ રાઠોડ, રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી