તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોસીયલ સાયન્સીસ સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશનનો પ્રથમ પદવીદાન સમારોહ

તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોસીયલ સાયન્સીસ (TISS) – સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશનનો (SVE) પ્રથમ પદવીદાન સમારોહ, તા. 19મી જાન્યુઆરી 2020 ના રોજ, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ ખાતે યોજાયો. બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન ઈન સેલ્સ એન્ડ માર્કેટીંગ મેનેજમેન્ટ, એ 3 વર્ષનો વર્ક ઇન્ટીગ્રેટેડ ડિગ્રી પ્રોગ્રામ છે જે TISS, વિશ્રુત એસોસીએટ્સ એલ એલ પી જેવા ટ્રેનીંગ પાર્ટનર ના સહયોગથી ચલાવે છે. TISS-SVE એ 2019માં ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓ માટે આ સમારોહનું આયોજન કરેલ.
આ સમારોહમાં શ્રી રજનીકાંત જાદવ (રીટાયર્ડ IAS), સેટલમેન્ટ કમીશ્ર્નર, ગુજરાત રાજ્ય, શ્રી સી આર પરમાર (રીટાયર્ડ IPS), એડીશનલ ડીજીપી – ઇન્કવાયરી એન્ડ એસ.આર.પી.એફ, ગુજરાત રાજ્ય તેમજ ડો. સુમન વૈષ્ણવ, આસીસટન્ટ પ્રોફેસર – સાયકોલોજી, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ હાજર રહેલ. આમંત્રીત મહેમાનોએ સ્કીલ્સ એજ્યુકેશન અને તેના મહત્વ ઉપર ખુબ ભાર મુકેલ. વર્ક ઇન્ટીગ્રેટેડ બી.વોક ડિગ્રી અને તેનો આજના જમાનામાં મહત્વતા ઉપર દરેક મહેમાનોએ વજન મુકેલ.