રાજપીપળા રેંજર્સ કોલેજ ખાતે નેચર એજ્યુકેશન વિષય અંગે પાંચ દિવસીયથી તાલીમ વર્કશોપ

- ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ ) દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના નેચર એજ્યુકેશન.
- રાજ્ય અને દેશભરના તજજ્ઞો દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ અંગે માર્ગદર્શન.
- 50 જેટલા શિક્ષકોને તૈયારી કરી ગુજરાતના વિદ્યાર્થીઓમાં કુદરતી સંપદા જેવા કે જંગલો, પશુ,પક્ષીઓની જાણકારી અને તેમના મહત્વ વિશે જાણકારી આપશે.
રાજપીપળા,
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે રાજપીપળા રેન્જર્સ કોલેજ ખાતે નેચરલ એજ્યુકેશન વિષય અંગે ગણિત વિજ્ઞાનના શિક્ષકો ને માસ્ટર રિસોર્સ પરશન તરીકેની તાલીમ આપવા માટે પાંચ દિવસીય તાલીમ-વર્કશોપનો પ્રારંભ કરાયો છે, તા 20 થી 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ તાલીમ શિબિર વન અધિકારી એસ.એન.ત્યાગી, મેમ્બર સેક્રેટરી ગુજકોસ્ટના નરોત્તમ શાહુ, નાયબ વન સંરક્ષણ નીરજ કુમારને ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને આ વર્કશોપનો ખુલ્લો મુકાયો હતો. જેમાં રાજ્ય અને દેશભરના તજજ્ઞો દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ અંગે શિક્ષકોને માર્ગદર્શન અપાશે જેમાં 50 જેટલા શિક્ષકોની તૈયારી કરી ગુજરાતના વિદ્યાર્થીઓમાં કુદરતી સંપદા જેવા કે જંગલો, પશુ, પક્ષીઓ ની જાણકારી અને તેના મહત્વ વિશે જાણકારી આપશે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ અને ટેકનોલોજી (ગુજકોસ્ટ ) દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના નેચર એજ્યુકેશન ઉપર આદિવાસી અને જંગલ વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં આવેલી પ્રકૃતિની ઓળખ સાથે સંવાદ સાધવાના હેતુથી દરેક જિલ્લામાંથી 50 જેટલા શિક્ષકોની પસંદગી આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં એકલવ્ય મોડલ સ્કુલ, કન્યા સાક્ષરતા રેસીડેન્સી યલ સ્કૂલમાંથી પસંદ કરેલા 50 શિક્ષકોને કુદરતી સ્તોત્ર અને જંગલો તથા પશુ, પક્ષીઓ અને પર્યાવરણ અંગે ના પાંચ દિવસની વર્કશોપમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે શિક્ષકોને બાળકોને પર્યાવરણ જાગૃતિ અને વન્ય સંપદા વિશે જાણકારી આપી બાળકોને પ્રકૃતિની નજીક લાવશે.
રિપોર્ટ જ્યોતિ જગતાપ, રાજપીપળા