મોરબી બેંક ઓફ બરોડા દ્વારા ટીંબડી પ્રા. શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ

પ્રજાસત્તાક દિન નજીક હોય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ટીંબડી પ્રા.શાળા માં વિવિધ સ્પર્ધાઓ યોજી શાળાના અભ્યાસ કરતા ધોરણ ૧થી૮ ના તમામ ૨૧૬ બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કેચ પેન, મીણીયા કલર, પેન્સિલ બોક્સ, સાર્પનર, ઇરેજર, પેડ,તેમજ નોટબુક સહિતની વિવિધ શૈક્ષણિક વસ્તુઓ મોરબીની બેંક ઓફ બરોડાના AGM રંજનદાસ ચીફ મેનેજર રાજુલભાઈ તથા પ્રકાશભાઈ ખટાણા (મોરબી S.S.I બ્રાન્ચ) ના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું ટીંબડી પ્રા.શાળા ના વિદ્યાર્થીઓને વિતરણ કરી બાળકોની લાગણી ઉપર જીત મેળવી હતી સરકાર ની સુકન્યા યોજના,તેમજ બેટી બચાવો, બેટી ભણાવો જેવા વિષય ઉપર સૌને પ્રેરણા પૂરી પાડી હતી આ તકે ટીંબડી પ્રા.શાળા ના સ્ટાફગણે બેંક ઓફ બરોડાનો આભાર માન્યો હતો.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)