કડીની આશાદીપ સોસાયટીની મહિલાઓએ પાણી મુદ્દે નગરપાલિકા પહોંચી

કડી નગરપાલિકા વિસ્તારમાં આવેલી આશાદીપ સોસાયટી માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પૂરતા પ્રમાણમાં મળતું ના હોવાની ફરિયાદ સાથે આશાદીપ સોસાયટીની મહિલાઓ શુક્રવારના રોજ નગરપાલિકામાં રજુઆત કરવા પહોંચી હતી. કડી ના દેત્રોજ રોડ ઉપર આવેલ આશાદીપ સોસાયટીમાં અમુક મકાનોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તકલીફ પડી રહી હોવાની ફરિયાદ સાથે સોસાયટીની મહિલાઓ ભેગી થયીને નગરપાલિકા ના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ને અરજી કરી રજુઆત કરી હતી અને સોસાયટીમાં પીવાના પાણી ની તકલીફ સત્વરે દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.