કડીમાં છેલ્લા પાંચ વર્ષથી વેરોના ભરતા બાકીદારોની 15 દુકાના સીલ કરતી નગરપાલિકા : બાકીદારોમાં ફફડાટ

કડી નગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષથી વેરો નહિ ભરતા બાકીદારો સામે લાલ આંખ કરી શનિવાર અને બુધવારના રોજ પંદર જેટલી દુકાનોને સીલ મારી દેતા વેરો ભરવામાં નામક્કર જનાર રીઢા બાકોદારોમાં ફફડાટ ફેલાયી ગયો છે. કડી નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વેરો ના ભરતાં 200 થી વધારે બાકીદારો ની યાદી તૈયાર કરી બાકીદારોની દુકાનોને સીલ કરી તેમજ નળ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં બાકીદારો દ્વારા ભરવામાં ના આવેલા વેરાની રકમ કરોડોમાં થાય છે જેથી રીઢા બાકીદારોને પાઠ ભણાવવા કડી પાલિકા દ્વારા કડક હાથે પગલાં ભરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો વેરો બાકી હોય અને 20 હજાર થી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોની શનિવારે 10 તેમજ બુધવારના રોજ 5 દુકાનો સીલ કરવામાં આવી હતી અને તેમના નળ કનેક્શન પણ ટૂંક જ સમયમાં કાપી નાખવામાં આવશે તથા આ કાર્યવાહી માર્ચ મહિના સુધી તેમજ દર અઠવાડિયે કરવામાં આવશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં વેરા ની રકમ કરોડો રૂપિયામાં થતા પાલિકા એક્શન મોડમાં
નગરપાલિકાની હદમાં આવતા શહેરીવિસ્તારોમાં વર્ષ 2019-20 ના ચાલુ હિસાબી વર્ષના અંતે વેરો વસુલવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે.શહેરના ક્લોલ રોડ,તળાવ ઉપર,માર્કેટ યાર્ડ,શાક માર્કેટ પાસે,દેસાઈ વાડો, લાલ દરવાજા તથા લક્ષ્મીનારાયણ સોસા.પાસે ની 15 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા છે અને હજુ પણ વેરો નહી ભરનાર બાકીદારો ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ,ચેરમેન વિષ્ણુભાઈ પટેલ અને ટેક્સ સુપરિટેન્ડ શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું.