સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઇડર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી એ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ ઇન્દ્રસિંહ હેકો રજુસિંહ, પોકો અનિરૂધ્ધસિંહ, પોકો મહેન્દ્રકુમાર વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી મેળવી ઇડર સે ૩૦૩૦/૨૦૧૮ ઇપીકો ક૩૨૩, ૫૦૪, ૫૦૬(૨,) ૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી ફકીરભાઇ ઉફે ફકીયો કરીમભાઇ ઉર્ફે કાસમભાઇ મનસુરી ઉ.વ. ૪૫ રહે છાપરીયા વિજયનગર તા વિજયનગર હાલ રહે. નવા બસ સ્ટેન્ડ રામનગર ડુંગરપુર તા.જી. ડુંગરપુર વાળાને તા.૨૪/૦૧/૨૦૨૦ ના ક.૧૫/૩૦ વાગે ઇડર બસ સ્ટેન્ડ ઉપરથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઇડર પો.સ્ટે. આગળની કાર્યવાહિ માટે સોંપેલ હતો.આમ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નાસતા ફરતા આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)