પ્રજાસતાક દિનની અંબાજી ખાતે નવોદય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી

પ્રજાસતાક દિનની અંબાજી ખાતે નવોદય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી
Spread the love

અમિત પટેલ.અંબાજી

પ્રજાસતાક દિન એટલેકે રાષ્ટ્રીય પર્વ  માં નો એક પર્વ છે અને આ પર્વ ની દેશ ભર માં ધામ ધૂમ થી ઉજવાઇ રહ્યો છે ત્યારે ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માં  પોલીસ સ્ટેશન સહિત નવોદય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ખાતે પણ પ્રજાસતાક દિન ની હર્ષો ઉલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત,આર્મી મેન સંદિપ જી રાજપૂત હતા અને સંદીપ જી રાજપૂત દ્વારા આ નવોદય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ખાતે પ્રજાસતાક દિન નાં દિવસે શાળા ના સંચાલકો દ્વારા સંદીપ જી રાજપૂત નાં હાથે ધ્વજ વંદન કરાવાયું હતું અને શાળા ના સંચાલકો દ્વારા નિવૃત્ત આર્મી મેન સંદીપ રાજપૂત નું સાલ ઓઢાડી સમાન કરાયું હતું ત્યાર બાદ સંદીપ રાજપૂત નિવૃત્ત આર્મી મેન એ ત્યાંના વિદ્યાર્થીઓ ને દેશ ની સેવા કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને આ કાર્યક્રમ માં રિતિક સરગરા,વસીમ મેમણ,જીગર ભોજક,સુરેશ જોષી ,સહિત અન્ય નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા

(સંદીપ જી રાજપૂત એ જણાવ્યું)

વિદ્યાર્થી દેશ ની સેવા કરવા માટે માર્ગદર્શક આપતા વખતે નિવૃત્ત આર્મી મેન એ જણાવ્યું હતું કે મે જે દેશ ની સેવા કરી છે તે મારા માટે ગર્વ ની વાત છે હું આપ સર્વે ને નિવેદન કરું છું કે આપ સર્વે દેશ ની સેવા કરો દેશ ની સેવા કરવી એટલે જરૂરી નથી કે આપ પણ આર્મી માં જોડાઓ અને ગોળી બારી કરો યુદ્ધ કરો પણ આપ દેશ ની સેવા માટે આપ કયા રસ્તા પર જતા હો અને રસ્તા માં કયા કચરો દેખાય તો તે કચરા ને ઉપાડી અને તેની યોગ્ય જગ્યા એ મુકવા અને આપ ની જોડે આપનો કોઈ મિત્રો કે કોઈજ જરૂરિયાત મંદ ને મદદ ની જરૂર હોય અને તેને યોગ્ય મદદ કરી ને પણ આપ દેશ ની સેવા કરી શકો છો હું આપ સર્વે ને નિવેદન કરું છું કે આપ પણ દેશ ની સેવા માં જોડાઓ ..

Amit Patel

Amit Patel

Right Click Disabled!