દામનગર અમરેલી ભારતીય કિસાન સંધ દ્વારા વિવિધ માંગ સાથે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરને આવેદન

ભારતીય કિસાન સંધના પ્રદેશ અને જિલ્લા તાલુકાના અગ્રણી ઓ એ ધારાસભ્ય શ્રી ઠુંમરને ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિકાલ કરવાની માંગ સાથે આપેલ આવેદન પત્રમાં ખેડૂતોને પાક રક્ષણ માટે તારફેન્સીગ યોજના પાકના પૂરતા ભાવો ખેડૂત સન્માન નિધિમાં રહેલ વિસગતાં વીજળી ખેત ઓજારોમાં સબસીડી પાક વીમાની પિયત બિન પિયતની આંટીઘુંટીઓ વર્ષ ૨૦૧૮/૧૯નો પાક વીમો ઝડપી ચૂકવવા રોજ ભૂંડ અને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે વ્યવસ્થા કલ્પસર યોજનાનો ઉકેલ સૌની યોજના હેઠળ લાઠી બાબરા તળાવો ખાલી થાય તે પહેલાં ભરવા સ્થાનિક તળાવો ચેકડેમ ઊંડા ઉતારવા જેવી અનેકો માંગ સાથે ધારાસભ્ય શ્રી ઠુંમરને આવેદન પત્ર પાઠવી માંગ કરાય છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા