દિલીપ સંધાણી અને પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે

દિલીપ સંધાણી અને પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે
Spread the love

ઉમરાળાના ટીમ્બી માનવસેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે સહકારી ક્ષેત્રના રાહબર દેશની સૌથી મોટી સહકારી સંસ્થાના સૂત્રધાર દિલીપભાઈ સંધાણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તંતીનું હોસ્પિટલ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું. દેશની એક માત્ર કેશ કાઉન્ટર વગરની અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલની મુલાકાતે પધારેલ મહાનુભવોનું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા ટ્રસ્ટી જગદીશભાઈ ભીગરાડીયા મંત્રી પરેશભાઈ ડોડીયા લવજીભાઈ નાકરાણી હોસ્પિટલ સુપ્રીટેન્ડન ડો રાજપરા સાહેબ સહિતના ટ્રસ્ટી ઓ એ મહેમાનોનું શાલ શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ આપી ગદગદિત કરતું સન્માન કર્યું અને હોસ્પિટલ ની બેનમૂન માનવ સેવા કરતા તબીબી સ્ટાફ કર્મચારી ઓ અને દરેક સુવિધા ઓ થી અવગત કર્યા હતા. હોસ્પિટલની સેવા વ્યવસ્થા ઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરતા બંને મહાનુભવો માનવસેવા ટ્રસ્ટ ની વ્યવસ્થા ને મનવંદન કરી આભાર પ્રગટ કર્યો હતો.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!