રવેલ જુના પ્રાથમિક શાળામાં 71મા પ્રજાસતાક દિવસ ની ઉત્સાહ ભેર ઉજવણી

26 જાન્યુઆરી પ્રજાસતાક દિન રાષ્ટ્રીય તહેવાર ની ઉજવણી કરતા ‘દીકરી કે નામ દેશ કો સલામ’ અંતર્ગત લલિતાબેન લુહાર એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા ત્રિરંગાને ગામ લોકો અને શાળા પરિવાર એ સલામી આપી હતી. રવેલ જુના પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગામ લોકો ને દેશ પ્રેમ માટે દિલ જીતી પ્રોત્સાહન અને પ્રેરણા મેળવી હતી. શાળા ના આચાર્ય શ્રી જીવાભાઈ માળી એ સ્વાગત પ્રવચન કરી હાજર સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવેલ ના મેડિકલ ઓફિસર શ્રી ડૉ રાજેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે સૌએ એક બીજાને સહકાર આપવા, આરોગ્ય લક્ષી અને દેશપ્રેમ માટે સમજ આપી હતી. શાળા વ્યવસ્થાપન સમિતિ ના શિક્ષણ વિદ શ્રી સેંધાભાઇ પરમારે આજના દિવસનું મહત્વ અને પ્રજાસતાક ભારતમાં ભારતીય સંવિધાન મળેલ નાગરિકો ના મૂળભૂત હક્કો અને ફરજો વિશે, ગામ ના દરેક નાગરિક સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતામાં માની ભારતીય તરીકે નું ગર્વ લે તે અંગે વક્તવ્ય રજુ કરેલ.
SMC અધ્યક્ષ અને સરપંચ પતિ શ્રી ચમનાજી ઠાકોરે વાલીઓ ને પોતાના બાળકો નિયમિત શાળાએ મુકવા પુરતું શિક્ષણ આપવા આહવાન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લીધેલ બાળકો ને ઇનામ તથા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તહેવાર ની ઉજવણી અને જાગૃતિ ના ભાગરૂપે ગામમાંથી માજી સરપંચ શ્રી બબાજી દુમાદરા, કરમશીભાઈ દેસાઈ, ભરતજી ઠાકોર, રમેશપુરી ગૌસ્વામી, સોમાભાઈ ઠાકોર, ચંદુભાઈ દુમાદરા, ઠાકરશીભાઈ લુહાર, પ્રહલાદભાઈ પરમાર વગેરે પંચાયત સભ્યો, SMC સભ્યો, આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો સહિત બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ગામ લોકો તથા શાળા પરિવારે પરસ્પર આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી બિપિનભાઈ વાણીયા એ કર્યું હતું.
રઘુભાઈ નાઈ (દિયોદર)