કાંકરેજ : પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

સમગ્ર ભારત દેશ 71 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.આ રાષ્ટ્રીય પર્વ માં ઠેર જગ્યાએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્ય હતુું. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામેં આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ૭૧ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા સૌપ્રથમ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
જેમાં શરૂઆતમાં પધારેલ મહેમાનોનું સ્વાગત ગીત વડે સ્વાગત કરવામાં આવ્યું હોય તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેવા કે ગરબો, નાટક, ડાન્સ, વક્તવ્ય, પિરામિડ સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી લેબુજી ઠાકોર, બાબુભાઈ ચૌધરી, ગામના વડીલ ખેતાજી ,ગામના સરપંચ, શાળાના આચાર્ય કંચનજી ઠાકોર, શાળાના શિક્ષકો સહિત ગામમાંથી વડીલો, યુવાનો, માતા ઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રઘુભાઈ નાઈ કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ નો ફાળો રહ્યો હતો….
રઘુભાઈ નાઈ (દિયોદર)