બડોલી ગામે આર. એચ. જાની હિંગ વાલા હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું

ઇડર તાલુકાના બડોલી ગામમાં આવેલ આર.એચ. જાની હિંગવાલા હાઈસ્કૂલમાં પણ 71 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્ર ધ્વજ અજીત સિંહ જાડેજા દ્વારા લહેરાવ્યો હતો. અને બડોલી ગામને ગ્રીન બડોલી બનાવવા માટે દરેક વિદ્યાર્થી ના નામ સાથે એક વૃક્ષ વાવી બડોલીને ગ્રીન બડોલી બનાવવા અને શાળાના શિક્ષણમાં સપ્તાહમાં એક દિવસ ચેસ વિષય લેવાય તો બાળકનો માનસિક વિકાસ તેને કોઈપણ ક્ષેત્રે હંમેશા પ્રભાવ સાળી બનવામાં મદદ કરશે તેવી રજુઆત કરાઈ હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી ઓ ડો.નરેન્દ્રભાઈ ભટ્ટ, જીગરભાઈ જાની, કમલેશભાઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડો. પી.ડી.પટેલ, ડો. એ. પી. સુથાર, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માં આવ્યા હતા. શાળાના આચાર્ય દીપકભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિકસ્વાગત કરાયું હતું. શાળાના શિક્ષકો દ્વારાકાર્યક્રમ ને સફર બનાવવા જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)