હિંમતનગર કૃષ્ણનગર દેરોલ ભૂમિ પર નવનિર્મિત શ્રી સિદ્ધ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

હિંમતનગર કૃષ્ણનગર દેરોલ ભૂમિ પર નવનિર્મિત શ્રી સિદ્ધ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
Spread the love

સવંત 2076 ના મહાસુંદ 3 ને સોમવાર તારીખ 27/01/2020 ના રોજ વાજતે ગાજતે દાદાના ગુણલા ગાતા ગાતા ડીજેના તાલે કૃષ્ણનગર ખાતે પુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી અને ત્યાર બાદ દાદા ની મૂર્તિ સહિત ગ્રામજનો વિજાપુર હાઇવે પરના નવનિર્મિત બનાવેલ મંદિર ખાતે યાત્રાને પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું. દાદાના નવનિર્મિત મંદિર ખાતે ગ્રામજનો દ્વારા હવન યોજાયા બાદ મૂર્તિને મંદિરમા પધરાવી હતી. ગામ લોકોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી અને લોકો મન મૂકી નાચી રહયા હતા. વાહન નો ને રોડ પર અવર જવરમા તકલીફ ના પડે તે માટે ગામ લોકો આરટીઓનો નિયમ સમજી સિક્યુરિટીની ફૂલ વ્યવસ્થા કરાઈ હતી. આ પૂરેપૂરું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજુબાજુ થી મહેમાનો પણ દાદાના દર્શનનો લાભ લેવા પધારેલ હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!