હિંમતનગરના વકતાપૂર રોકડીયા હનુમાનજી બ્રહ્મલીન 108 મહંતશ્રી વિશ્વનાથગિરી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સાબરકાંઠા હિંમતનગર ના ઇડર રોડ વકતાપૂર રોકડીયા હનુમાનજી દાદા સંકુલ મા બ્રહ્મલિન 108 મહંત શ્રી વિશ્વનાથગિરી મહારાજ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તેમાં આજુબાજુ વિસ્તારો માંથી સંતો મહંતો ની ભારે ભીડ ઉમટી પડી હતી ત્રીદિવસીય મહોત્સવ મા મહંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર સંતો મહંતો તેમજ આજુબાજુ ગામડા વિસ્તાર માંથી આવનારા ભક્તો ને લાડુ નું ભોજન પણ જમાડવામાં આવતા લોકોમાં આનંદ છવાયો હતો. અહીં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો અને ભક્તોની જનમેદની ઉમટી પડતા મંદિર ના પટાંગણમાં ખુશી ની લહેરો છવાઈ હતી.
તારીખ 25/01/2020 શનિવાર થી મંગલ પ્રારંભ થયો હતો જ્યારે 27/01/2020 ને સોમાવારે આજ રોજ પુર્ણાહુતી કરવામાં આવી હતી તેમજ સમૂહ આરતી પણ કરવામાં આવતા દરેક આગંતુક ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો સમગ્ર આયોજક વડીલ બધું શ્રી 1008 મહંત દેવેન્દ્રગીરીજી મહારાજ ગાંધીધામ દ્વારા કરવામાં આવ્યું હતું અહીં નીલકંઠ મહાદેવ નું પણ પુરાણું મંદિર આવેલુ છે તેમજ આજુબાજુ પણ મંદિરો થી શોભાયમાન આ સ્થળ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)