નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ગોંડલવિહિર ગામે જિલ્લા કલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આહવા,
નેહરૂ યુવા કેન્દ્ર,ડાંગ દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ જિલ્લા કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા઼ સહભાગી જૂથો દ્વારા કુલ-૨૪ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં પヘમિી નૃત્ય,રાજસ્થાની નૃત્ય,મહારાષ્ટ્ર,ગુજરાતી નૃત્ય તેમજ બોલીવુડ ગીતોમાં પણ સ્થાનિક ડાંગી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ નૃત્યોમાં ડાંગી નૃત્યને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.